ગુજરાત

gujarat

ETV Bharat / city

મતદાનનું મહત્વઃ બાળકને જન્મ આપી મતદાન કરવા પહોંચી માતા

પ્રસુતિ પીડાથી મોટી પીડા સ્ત્રીઓ માટે કોઈ નથી ત્યારે ભાવનગરમાં વૈશાલીબેને બાળકીને જન્મ આપીને તુરંત મતદાન કરવા પહોંચ્યાં હતા. સર. ટી. હોસ્પિટલમાં બાળકીને જન્મ આપીને ખિલ ખિલાટના વાહનમાં વૈશાલીબેન બાળકી સાથે મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતા. લોકોએ વૈશાલીબેનને વધાવ્યાં હતા અને તેઓ મતાદાન કરીને પાછા ના ફર્યા ત્યાં સુધી 108ની ટીમ દ્વારા બાળકીની સારસંભાળ રાખી હતી.

મતદાનનું મહત્વઃ બાળકને જન્મ આપી મતદાન કરવા પહોંચી માતા
મતદાનનું મહત્વઃ બાળકને જન્મ આપી મતદાન કરવા પહોંચી માતા

By

Published : Feb 21, 2021, 7:38 PM IST

  • ભાવનગરમાં મતદાન મથકે 108 એમ્બ્યુલન્સ આવી પહોંચી
  • વૈશાલીબેને સર. ટી. હોસ્પીટલમાં બાળકીને જન્મ આપ્યો
  • લોકશાહીની જન્મદાતા ભારતભૂમિ જ હોઈ શકે

ભાવનગરઃ શહેરના કુંભારવાડા મતદાન મથકે બપોરના સમયે એમ્બ્યુલન્સ આવી પહોંચી ત્યારે ત્યાં ઊભેલા સૌ મતદાતાઓના આશ્ચર્યનો પાર ન રહ્યો કારણ કે ત્યાંથી તો કોઈએ 108 એમ્બ્યુલન્સને બોલાવી ન હતી. બધા ત્યારે દંગ રહી ગયા જ્યારે 108 એમ્બ્યુલન્સમાંથી 25 વર્ષીય મહિલા વૈશાલીબહેન મકવાણા હાથમાં પોતાની મતદાન સ્લીપ લઈને કુંભારવાડા ક્ષત્રિય સમાજની વાડી ખાતે વોર્ડ નંબર-2માં મતદાન કરવા માટે આવ્યા હતા. વૈશાલીબેને સર. ટી. હોસ્પીટલમાં બાળકીને જન્મ આપ્યા બાદ પોતાના ઘરે જવાને બદલે તુરંત જ મતદાન મથકે મત આપવા જવાનું પસંદ કર્યું હતું. આ વાત જાણી મતદાન મથકે ઉપસ્થિત સૌ મતદાતાઓએ પ્રસૂતાના આ જુસ્સાને બિરદાવ્યો હતો. ખરેખર લોકશાહીની જન્મદાતા ભારતભૂમિ જ હોઈ શકે.

વૈશાલીબેને સર. ટી. હોસ્પીટલમાં બાળકીને જન્મ આપ્યો

વૈશાલીબહેને લોકોને મતદાન કરવા કરી અપીલ

વૈશાલીબહેને મતદાન કર્યા બાદ લોકોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, મજબૂત લોકશાહી માટે દરેક નાગરિકે અચૂક મતદાન કરવું જોઈએ. પ્રસૂતિ બાદ સીધાં જ મતદાન કરવા જવાની મારી ઈચ્છાને સર. ટી. હોસ્પિટલના તબીબી સ્ટાફ તેમજ પરિવારજનોએ સહર્ષ સ્વીકારી અને તેમને મતદાન કરવાની પરવાનગી આપી એ બદલ તેમનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

વૈશાલી બહેન મતદારો માટે બન્યા પ્રેરણાદાયક

વૈશાલિબહેન જ્યારે મતદાન મથકમાં મતદાન કરવા ગયા ત્યારે તેમની નવજાત બાળકીને 108ના તાલીમબદ્ધ સ્ટાફે ખૂબ કુનેહથી સાચવી હતી અને બાળકની પૂરતી કાળજી લીધી હતી. તેમજ હોસ્પિટલથી મતદાન મથક સુધીની 108ની ત્વરિત કામગીરીને લીધે આજે આ મતદાન શકય બન્યું હતું અને વહિવટી તંત્ર દ્વારા દરેક મતદાન મથકો પર કરવામાં આવેલી કોવિડ-19 અંગેની માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન પણ આ તકે નિર્ણાયક સાબિત થયું હતું.

ભાવનગરમાં મતદાન મથકે ૧૦૮ એમ્બ્યુલન્સ આવી પહોંચી

ABOUT THE AUTHOR

...view details