- ETV BHARATના અહેવાલની થઇ અસર
- ETV BHARATના અહેવાલથી ગેસલાઈન નાખવાનું શરૂ
- લોકોએ ETV BHARATનો માન્યો આભાર
ભાવનગરઃ શહેરમાં ગેસ લાઇન આવ્યા એને આશરે પાંચ વર્ષ થયાં છે અને લોકોની ડિપોઝીટ લઈ લીધા બાદ ક્યાંક ત્રણ તો ક્યાંક વર્ષ તો ક્યાંક છ માસ સુધી હજુ કનેક્શન આપવામાં આવ્યા નથી લોકો દ્વારા દબાણ કરવામાં આવે તો રિફંડ લઈ જવાની ધમકીઓ મળી રહી છે ત્યારે કમ્પનીએ કશું કહેવાની મનાઈ ફરમાવી હતી. આ સમાચાર ETV BHARAT એ દર્શાવ્યા બાદ ટુક સમયમાં એ વિસ્તારમાં કામગીરી શરૂ કરવામાં આવી છે જેને લઈ લોકોએ ઇટીવીનો આભાર વ્યક્ત કર્યો છે.
ક્યાં હતી સમસ્યા અને શું હતી લોકોની માગ?
ભાવનગર શહેરમાં કેટલાક વિસ્તારોમાં ગેસ લાઇન નાખવા માટે અગાવ પૈસા લઈ લીધા બાદ ક્યાંક ચાર તો ક્યાંક ત્રણ વર્ષ સુધી કનેક્શન આપવામાં આવ્યા નથી. જેનો અહેવાલ ETV BHARAT એ પ્રસિદ્ધ કર્યો હતો. જેમાં ગેસ કંપનીના સંચાલકોએ પણ ઇટીવી ભારતને કશું કહેવાનો ઇનકાર કર્યો હતો. બોરતળાવ વિસ્તારના સ્થાનિક લોકોની માંગ હતી કે પૈસા પાછા લઈ જવાની ધમકી આપે છે ત્યારે પ્રશ્ન લોકોનો એક જ હતો કે પૈસા પાછા પણ લઈ લઈએ પણ ચાર કે બે વર્ષનું વ્યાજ શુ કમ્પની આપશે ? આ સાવલનો જવાબ તો નથી મળ્યો કમ્પની તરફથી.