ગુજરાત

gujarat

ETV Bharat / city

Impact of exports: ઘઉંના ભાવ ઘટ્યા તો વ્યાપારીઓ ટ્રકો ફસાતા મુંજાયા - ભાવનગરના ઘઉંના વ્યાપારી

સરકારે અનાજની નિકાસ બંધ કરવાનો નિર્ણય(Government decides to stop grain exports) લીધો ત્યારથી ઘઉંના ભાવમાં ઘટાડો(Wheat Prices Decreases) થયો છે. ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં ઘઉંની આવક ઘટી છે. ETV Bharatએ ઘઉંના ભાવો પર નિકાસ પ્રતિબંધની અસર તેમજ ફાયદા અને ગેરફાયદાની તપાસ કરી, જાણો.

Impact of exports: ઘઉંના ભાવ ઘટ્યા તો વ્યાપારીઓ ટ્રકો ફસાતા મુંજાયા
Impact of exports: ઘઉંના ભાવ ઘટ્યા તો વ્યાપારીઓ ટ્રકો ફસાતા મુંજાયા

By

Published : May 17, 2022, 8:51 PM IST

ભાવનગર:કેન્દ્ર સરકારે ઘઉંની નિકાસ અચાનક બંધ(Government decides to stop grain exports) કરતા ઘઉંના ભાવ તળિયે(Wheat Prices Decreases) પોહચી ગયા છે. ઊંચા ભાવ લીધા બાદ પાછળથી આવતા ખેડૂતોને ઊંચા ભાવ મળવાનો લાભ મળ્યો નથી. વ્યાપારીઓ નિકાસબંધ થવાથી મોટું નુકસાન ગયું છે. ETV Bharatએ ઘઉંની નિકાસ પહેલા અને નિકાસ બંધ થયા પછીના ભાવ અને આવક પર એહવાલ તૈયાર કર્યો છે. જાણો ફાયદો નુકશાન

ઘઉંની નિકાસ પહેલા આવક અને શું હતા ભાવ

ઘઉંની નિકાસ પહેલા આવક અને શું હતા ભાવ -ગુજરાતના ઘઉં પકવતા ખેડૂતોને(Wheat Growing Farmers Gujarat ) નિકાસની મંજૂરી મળ્યા બાદ સારા એવા ભાવો મળ્યા હતા. નિકાસ ચાલુ હતી ત્યારે જોઈએ તો ભાવનગર માર્કેટ યાર્ડમાં(Bhavnagar Market Yard) સ્થિતિ વિશે યાર્ડના સેક્રેટરી(Secretary of Bhavnagar Market Yard) અરવિંદ ચૌહાણે જણાવ્યું હતું કે એપ્રિલ માસમાં 9050 ગુણીની આવક હતી. તે સમયમાં ભાવ રુપિયા 3400 ઊંચા ભાવ અને નીચા રુપિયા 2200 જેટલા ભાવ હતા એટલે ઘઉંનો ભાવ 2850 ગણી શકાય છે. ઘઉંની આવક સારી હતી ત્યારે યાર્ડમાં સારા ભાવ ખેડૂતોને મળ્યા છે.

ઘઉંની નિકાસ પહેલા આવક અને શું હતા ભાવ

આ પણ વાંચો:Wheat Prices Rise In Gujarat: યુક્રેન-રશિયાના યુદ્ધની અસર ઘઉં પર, જાણો કેટલો વધ્યો ભાવ

નિકાસ બંધ થયા બાદ ઘઉંના ભાવ અને આવક શું -ભાવનગર યાર્ડમાં સૌથી વધુ આવક એપ્રિલ માસમાં થઈ છે. રોજની 9050 ગુણીની આવક(Daily Income from Wheat) હતી. મેં માસ શરૂ થતાં આ આવક ઘટી છે. યાર્ડના ઇન્ચાર્જ સેક્રેટરી અરવિંદ ચૌહાણે જણાવ્યું હતું કે યાર્ડમાં હાલમાં 739 જેવી ગુણીની આવક નિકાસ બંધ થયા બાદ થઈ રહી છે. નિકાસ બંધ થવાથી ભાવ હાલમાં રુપિયા 2600થી રુપિયા 2200 વચ્ચે આવી ગયા છે. એટલે સરેરાશ ભાવ રુપિયા 2400 ગણી શકાય છે. જો કે નિકાસનો સૌથી વધુ લાભ ખેડૂતો નિકાસ દરમિયાન લઈ ચુક્યા છે. હવે નિકાસ બંધ કરવાથી કોઈ નુકશાન નથી.

ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં ઘઉંની આવક ઘટી

આ પણ વાંચો:Quality of wheat Research : ઘઉં સંબંધિત સંશોધન માટે કચ્છ યુનિવર્સિટીના છાત્રોની રાષ્ટ્રીયસ્તરે થઇ પસંદગી, શું છે પદ્ધતિ તે જાણો

વ્યાપારીઓ નિકાસ બંધ થવાથી થયા લાલઘૂમ -ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ઘઉંના વ્યાપારીઓ(Wheat merchant of Bhavnagar) મુશ્કેલીમાં મુકાયા છે. ઘઉં લઈ લીધા બાદ મોટી સંખ્યામાં ટ્રકો પોર્ટ ઉપર ફસાઈ છે. પિયૂષ શાહ વ્યાપારીએ જણાવ્યું હતું કે, વ્યાપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ટ્રકો ભરેલી પોર્ટ પર પડી છે. નિકાસ બંધ થવાથી રુપિયા 2800ના ભાવ હવે રુપિયા 2000એ આવી ગયા છે. ખેડૂતોને જે લાભ મેળવો જોઈએ એ હવે મળતો નથી. સરકારે કોઈ નિરાકરણ લાવવું જોઈએ વ્યાપારીઓને મોટું નુકસાન થઈ રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details