- વર્ષ 1982થી વૉર્ડ નંબર 6 ભાવનગર શહેરનો હિસ્સો
- આ વૉર્ડમાં કુલ 44,024 જેટલા મતદારો
- નવા સીમાંકન બાદ આ વૉર્ડમાં મહિલા કોલેજ સર્કલનો સમાવેશ થયો
ભાવનગરઃ મહાનગરપાલિકાની સ્થાપના 1982મા થઈ અને મારૂ સર્જન પીરછલ્લા વોર્ડ તરીકે થયું. હું 1982થી ભાવનગર શહેરનો હિસ્સો છું, મારો વૉર્ડ ક્રમાંક હાલમાં 6 છે, જ્યારે 2015 માં સીમાંકન સમયે મારો ક્રમાંક 5 હતો, પણ હવે ફરી સીમાંકન થતા મારો ક્રમાંક હવે 6 થઈ ગયો છે. મારા વિસ્તારમાં પ્રવેશ માટે લાકડીયા પુલ થઈને સીધું મારી બજાર એટલે શહેરની મુખ્ય બજારમાં આવી શકાય છે.
ગત મહાનગરપાલિકાની ચૂંટણીમાં 4 માંથી 4 બેઠકો ભાજપના ફાળે
મારા વોર્ડમાં 22,121 પુરુષો અને 21,803 મહિલા મતદારો મળી કુલ 44,024 જેટલા મતદારો આવેલા છે. મારા વૉર્ડમાં નવા સીમાંકન બાદ મહિલા કોલેજ સર્કલનો સમાવેશ થયો છે. મારા વૉર્ડમાં મતદારોનો મિજાજ ભાજપ વિચારધારા વાળો હોય એવુ લાગી રહ્યું છે. મારા વિસ્તારમાં લઘુમતી સમાજનો મોટો હિસ્સો હોવા છતાં કોંગ્રેસને એક બેઠક મળી નથી. મારા વૉર્ડમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં 4 માંથી 4 બેઠકો ભાજપના ફાળે ગઈ હતી. 2015ની ચૂંટણીમાં પણ મોદી મેજીક વચ્ચે મારા મતદારોએ ચારમાંથી ભાજપને તમામ બેઠક આપી હતી. મારા વિસ્તારમાં પછાત અને મધ્યમ વર્ગના લોકો વસવાટ કરે છે. મારા વોર્ડમાં જુના રહેણાંકી મકાનો અને શહેરની મુખ્ય બજાર આવેલી છે.
મારા વૉર્ડમાં ક્યાં વિસ્તાર જાણીતા
- ઘોઘાગેટ ચોક
- નવાપરા સર્કલ
- હલુરિયા ચોક
- મહિલા કોલેજ સર્કલ
- ગંગાજળિયા તળાવ
- બાર્ટન લાઈબ્રેરી