ગુજરાત

gujarat

ETV Bharat / city

ગર્ભવતી પત્નીના પગમાં મોચ આવતા પતિએ ટ્વીટરથી માગી મદદ અને સમસ્યા થઈ હલ

જૂનાગઢથી ટ્રેનમાં જનારા પતિ-પત્નીને રેલવે સ્ટેશનમાં સમસ્યા ઉભી થઈ હતી. પત્નીને પગમાં મોચ આવતા અને તે ગર્ભવતી હોવાને કારણે ટ્રેનમાં તો બેસી ગયા પણ આગળના સ્ટેશને મદદ માટે રેલવે પાસે ટ્વીટરના માધ્યમથી મદદ માગી અને આગામી સ્ટેશન પર આરોગ્યની ટીમ DRMએ સુવિધા તૈયાર રાખી હતી. મહિલાના પતિએ રેલવેનો આભાર માન્યો અને જણાવ્યું કે મહિને 4 થી 5 કેસ અને વર્ષના આશરે 50 થી 60 કેસ આ પ્રકારના આવતા હોય છે

ભાવનગર
ભાવનગર

By

Published : Jan 22, 2021, 8:06 PM IST

  • રેલવે સ્ટેશન પર ગર્ભવતી પત્નીને પગમાં મોચ આવી
  • મહિલાના પતિએ ટ્વીટર પર માગી હતી મદદ
  • આગામી સ્ટેશને સુવિધા સાથે આરોગ્ય વિભાગની ટીમ તૈયાર હતી

ભાવનગર: જૂનાગઢથી ટ્રેનમાં જનારા પતિ-પત્નીને રેલવે સ્ટેશનમાં સમસ્યા ઉભી થઈ હતી. પત્નીને પગમાં મોચ આવતા અને તે ગર્ભવતી હોવાને કારણે ટ્રેનમાં તો બેસી ગયા પણ આગળના સ્ટેશને મદદ માટે રેલવે પાસે ટ્વીટરના માધ્યમથી મદદ માગી અને આગામી સ્ટેશન પર આરોગ્યની ટીમ DRMએ સુવિધા તૈયાર રાખી હતી. મહિલાના પતિએ રેલવેનો આભાર માન્યો અને જણાવ્યું કે મહિને 4 થી 5 કેસ અને વર્ષના આશરે 50 થી 60 કેસ આ પ્રકારના આવતા હોય છે.

વેસ્ટર્ન રેલવે ભાવનગર ડિવિઝન

જૂનાગઢમાં રેલવે સ્ટેશન પરનો પુલ પાર કરી રહેલી ગર્ભવતી મહિલાના પગમાં મોચ આવતા તે ચાલી શકે તેવી સ્થિતિમાં નહતી. આથી તેના પતિએ આ બાબતે રેલવેને ટ્વીટ કરી મદદ માગી હતી અને તેને કલ્પના પણ નહીં હોય તે ઝડપે તેની સમસ્યાનું સમાધાન થઈ ગયું હતું.

શું હતી સમગ્ર ઘટના

જૂનાગઢના રેલવે સ્ટેશન પર આવેલો ફૂટ ઓવર બ્રિજ ઓળંગતી વખતે રવિ શર્માની પત્નીના પગમાં મોચ આવી ગઈ હતી. જોકે પ્રવાસ જરૂરી હોઈ દર્દ થવા છતાં તેઓ ટ્રેનમાં બેસી ગયા હતા. જોકે ટ્રેનમાં બેસી ગયા બાદ દુખાવો વધી જતાં તેણે ભાવનગર ડીઆરએમ પાસે ટ્વીટરના માધ્યમથી મદદ માગી અને તેઓ કલાકમાં ગોંડલ પહોંચશે તેમ જણાવ્યું હતું.

વેસ્ટર્ન રેલવે ભાવનગર ડિવિઝન

ગર્ભવતી મહિલાની સમસ્યા હલ થઈ

જૂનાગઢથી ટ્રેનમાં ચડેલા રવિ શર્માએ ટ્વીટરથી મદદ માગી ત્યારે ભાવનગર રેલવે ડીઆરએમ પ્રતીક ગોસ્વામીએ તાત્કાલિક પોતાની ટીમને આદેશ કર્યો અને રવિ શર્મા અને તેના પત્ની ગોંડલ પહોંચે તે પહેલાં આરોગ્યની ટીમ સ્ટેન્ડ બાય રાખી દેવામાં આવી હતી. રવિ શર્માના ગર્ભવતી પત્નીને સારવાર કરાવીને ઘર સુધી રેલવે દ્વારા સેવા પૂરી પાડવામાં આવી હતી. રેલવે તંત્રની મદદથી રવિ શર્માએ ટ્વીટર પર ફરી રિપ્લાય આપીને ધન્યવાદ કહ્યું અને રેલવેની સેવા 5જી જેવી હોવાનું લખ્યું હતું. એટલું નહીં "મેરા દેશ બદલ રહા હૈ" જેવા શબ્દો પણ લખ્યા હતા.

મંડલ રેલવે પ્રબંધક

ટ્વીટરના માધ્યમથી વર્ષે 60 જેટલા કેસને પહોંચાડાય છે મદદ

ભાવનગર રેલવે ડિવિઝનની વાત કરવામાં આવે તો મહિનામાં ઓછામાં ઓછી ચાર જેવી મદદ ટ્વીટરના માધ્યમથી માગવામાં આવે છે અને રેલવે દ્વારા તુરંત સમસ્યાનો નિકાલ કરવામાં આવે છે. ત્યારે વર્ષે આશરે 50 થી 60 જેટલી મદદ આજદિન સુધીમાં કરવામાં આવી છે અને ડીઆરએમ પ્રતીક ગોસ્વામીએ જણાવ્યું હતું કે, સેવા કરવી અમારું કર્તવ્ય છે અને જ્યારે પણ કોઈને મદદની જરૂર હશે રેલવે વિભાગ પ્રવાસીઓ માટે હમેશ તૈયાર રહેશે.

મંડલ રેલવે પ્રબંધક

ABOUT THE AUTHOR

...view details