ગુજરાત

gujarat

ETV Bharat / city

પત્નીને માનસિક શારીરિક ત્રાસ આપી મજબૂર કરવા બદલ પતિને 10 વર્ષની સજા - Crime News

ભાવનગરમાં પતિના માનસિક અને શારીરિક ત્રાસથી આત્મહત્યા બાદ જીવન ટૂંકાવ્યાની ફરિયાદમાં કોર્ટે પોતાનો ચુકાદો આપીને પતિને 10 વર્ષની સજા ફટકારી છે.

પત્નીને માનસિક શારીરિક ત્રાસ આપી મજબૂર કરવા બદલ પતિને 10 વર્ષની સજા
પત્નીને માનસિક શારીરિક ત્રાસ આપી મજબૂર કરવા બદલ પતિને 10 વર્ષની સજા

By

Published : Feb 12, 2021, 8:03 PM IST

  • ભાવનગરમાં પતિના માનસિક અને શારીરિક ત્રાસથી પત્નિએ કરી આત્મહત્યા
  • ત્રાસ આપી મજબૂર કરવા બદલ પતિને 10 વર્ષની સજા
  • રાજેશ્રીબાના પિતાએ નોંધાવેલી ફરિયાદ બદલ કોર્ટે તેમના પતિને 10 વર્ષની સજા ફટકારી
    પત્નીને માનસિક શારીરિક ત્રાસ આપી મજબૂર કરવા બદલ પતિને 10 વર્ષની સજા

ભાવનગરઃ જિલ્લામાં પતિના માનસિક અને શારીરિક ત્રાસથી આત્મહત્યા બાદ જીવન ટૂંકાવ્યાની ફરિયાદમાં કોર્ટે પોતાનો ચુકાદો આપીને પતિને 10 વર્ષની સજા ફટકારી છે. ભાવનગર જિલ્લાના પાલીતાણાના સ્વ રાજેશ્રીબા ધર્મેન્દ્રસિંહ સરવૈયાએ ત્રાસથી કંટાળી આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હતું. રાજેશ્રીબાના પિતાએ નોંધાવેલી ફરિયાદ બદલ કોર્ટે પતિએ તેને મરવા મજબૂર કરી હતી તે બદલ તેમના પતિને 10 વર્ષની સજા ફટકારાય હતી. ભાવનગરમાં પતિના માનસિક અને શારીરિક ત્રાસથી આત્મહત્યા બાદ જીવન ટૂંકાવ્યાની ફરિયાદમાં કોર્ટે પોતાનો ચુકાદો આપીને પતિને 10 વર્ષની સજા ફટકારી હતી.

પત્નીને માનસિક શારીરિક ત્રાસ આપી મજબૂર કરવા બદલ પતિને 10 વર્ષની સજા

બનાવ શુ અને શું હતી ફરિયાદ

ભાવનગરમાં રાજેશ્રીબાના પતી ધર્મેન્દ્રસિંહ મહાવીરસિંહ સરવૈયાને અન્ય સ્ત્રી સાથેના આડા સંબંધમાં વારંવાર તેમની પત્ની રાજેશ્રીબા ટોકતા હતા. જેને લઈને પતિ ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ઓમદેવસિંહ રાજેશ્રીબાને શારીરિક માનસિક ત્રાસ આપી મારવા મજબૂર કરેલી તેથી 23/8/2013 ના રોજ રાજેશ્રીબા ઘઉંમાં અનાજમાં નાખવાની ટિકડીઓ પિય જતા અને ભાવનગર સ્ટર્લિંગ હોસ્પિટલમાં લાવતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details