ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાવનગરમાં પત્નીના પ્રેમીની હત્યા કરનાર પતિને આજીવન કેદ - બોરતળાવ

ભાવનગરમાં વર્ષ 2017માં સુરત છોડીને આવેલા અરવિંદ રાઠોડે તેની પત્ની પાછળ આવેલા પ્રેમી કિશન સાથે મારામારી કરી તેને તીક્ષ્ણ હથિયાર વડે ઈજા પહોંચાડતા તેનું મૃત્યુ થયું હતું. હત્યાના બનાવનો કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે અરવિંદને આજીવન કેદની સજા ફટકારી છે.

ભાવનગરમાં પત્નીના પ્રેમીની હત્યા કરનાર પતિને આજીવન કેદ
ભાવનગરમાં પત્નીના પ્રેમીની હત્યા કરનાર પતિને આજીવન કેદ

By

Published : Feb 26, 2021, 3:26 PM IST

  • ભાવનગર કોર્ટે પત્નીના પ્રેમીની હત્યા બદલ પતિને ફટકારી સજા
  • તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરનારા આરોપી અરવિંદને આજીવન કેદ
  • ભાવનગરના બોરતળાવ વિસ્તારમાં બની હતી સમગ્ર ઘટના
    ભાવનગરમાં પત્નીના પ્રેમીની હત્યા કરનાર પતિને આજીવન કેદ

ભાવનગરઃ ભાવનગરમાં વર્ષ 2017માં સુરત છોડીને આવેલા અરવિંદ રાઠોડે તેની પત્ની પાછળ આવેલા પ્રેમી કિશન સાથે મારામારી કરી તેને તીક્ષ્ણ હથિયાર વડે ઈજા પહોંચાડતા તેનું મૃત્યુ થયું હતું. હત્યાના બનાવનો કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે અરવિંદને આજીવન કેદની સજા ફટકારી છે. ભાવનગરના બોરતળાવમાં જૂન 2017માં મહિલા સાથેના આડા સંબંધની શંકા રાખી કરેલી હત્યામાં મહિલાના પતિને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આ અંગેની વિગત એવી છે કે, સુરતનો અરવિંદ રાઠોડ તેના પરિવાર સાથે 2017માં ભાવનગર આવ્યા હતા અને બોર તળાવના મફતનગરમાં રહેતા હતા. અરવિંદભાઈની પત્નીને કોઈક સાથે આડા સંબંધની તેમને જાણ થઈ હતી. જૂનમાં તેનો પ્રેમી કિશન અરવિંદની પત્નીને મળવા ભાવનગર આવ્યો હતો. અરવિંદને આ મામલાની જાણ થતા તેણે કિશન સાથે મારામારી કરી હતી. ત્યારબાદ કિશનની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી નાખી હતી. જો કે, સારવાર દરમિયાન કિશનનું મોત થતા અરવિંદ સામે ગુનો નોંધાયો હતો.

ભાવનગરમાં પત્નીના પ્રેમીની હત્યા કરનાર પતિને આજીવન કેદ

મહિલા સાથે મૃતકનો સબંધ કેવી રીતે બંધાયો હતો?

કિશનના કુટુંબી ફઈનો દીકરો સુરતમાં રહેતો હોવાથી કિશન અરવિંદના ઘરે જમવા જતો હતો. આ દરમિયાન અરવિંદની પત્ની સાથે તેને પ્રેમ સંબંધ બંધાયો હતો. આ અંગેની શંકા જતા અરવિંદ ભાવનગર પહોંચ્યો અને કિશન સાથે મારામારી કરી હતી. ત્યારબાદ કિશનને તીક્ષ્ણ હથિયારના ઘા મારી તેની હત્યા કરી નાખી હતી.

કોર્ટે આરોપીને શું સજા ફટકારી?

ભાવનગર કોર્ટમાં આ કેસ ચાલી જતા ન્યાયાધીશ આર.ટી.વચ્છાણીની કોર્ટમાં 28 મૌખિક પૂરાવા અને દસ્તાવેજી 46 પૂરાવાના આધારે આરોપી અરવિંદ કેશુભાઈ રાઠોડને આજીવન કેદની સજા ફટકારી છે. પોલીસે આરોપીને જેલ હવાલે કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details