ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાવનગરના કો મોરબીડમાં કોરોનાથી મૃત્યુ વધતા સ્મશાનમાં વેઈટિંગ - Corona virus News

ભાવનગર શહેરમાં ચાર સ્થળો પર સ્મશાન આવેલા છે. કોરોના દર્દીના મૃતકોના અગ્નિસંસ્કાર ત્યાં કરવામાં આવે છે, ત્યારે સૌથી વધુ અગ્નિસંસ્કાર ગોરડ અને કુંભારવાડા સ્મશાનમાં કરવામાં આવતા હોવાથી ગોરડ સ્મશાનમાં લાકડાઓ ખૂટી પડ્યા છે. સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઘણા લોકોની મદદ કરવામાં આવી રહી છે, જોકે, સેવાભાવી સંસ્થાઓ સ્મશાન જેવા સ્થળ પર મદદ કરે તે જરૂરી છે.

ભાવનગરના કો મોરબીડમાં કોરોનાથી મૃત્યુ વધતા સ્મશાનમાં વેઈટિંગ
ભાવનગરના કો મોરબીડમાં કોરોનાથી મૃત્યુ વધતા સ્મશાનમાં વેઈટિંગ

By

Published : Apr 13, 2021, 9:24 PM IST

  • ભાવનગરમાં કોરોનાના કેસમાં સતત વધારો
  • કો મોરબીડમાં રોજના આશરે 20 લોકોના કોરોનાથી થઈ રહ્યા છે મોત
  • સ્મશાનમાં લાકડાઓ પણ ખૂટી પડ્યા

ભાવનગરઃ શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દરરોજ 100થી વધુ કેસ સામે આવી રહ્યા છે અને મૃત્યુની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. કો મોરબીડમાં રોજના આશરે 20 લોકોના કોરોનાથી મોત થઈ રહ્યા છે.

ભાવનગરના કો મોરબીડમાં કોરોનાથી મૃત્યુ વધતા સ્મશાનમાં વેઈટિંગ

આ પણ વાંચોઃ ભાવનગરમાં કોરોના કેસ વધતા રેપિડ ટેસ્ટમાં વધારો, રેમિડેસિવિર ઇન્જેક્શનના ભાવમાં ઘટાડો

ભાવનગરમાં સ્મશાનોમાં વેઇટિંગ

ભાવનગરમાં સ્મશાનોમાં હવે વેઇટિંગ જોવા મળી રહ્યુ છે. શહેરમાં ચાર જેટલા સ્મશાનો છે. જેમાં ગોરડના સ્મશાનમાં વેઇટિંગ જોવા મળી રહ્યું છે, તો સાથે ત્યાં લાકડાઓ પણ ખૂટી પડ્યા છે.

ભાવનગરના કો મોરબીડમાં કોરોનાથી મૃત્યુ વધતા સ્મશાનમાં વેઈટિંગ

આ પણ વાંચોઃભાવનગરમાં કોરોના કેસ ઘટ્યા કે પછી આંકડાઓ? લોકોમાં પ્રશ્ન

સંસ્થાઓ સેવા માટે મેદાનમાં આવે તેવી લોકમાંગ

ભાવનગરમાં એવા ઘણા કિસ્સા સામે આવ્યાં છે, જેમાં પરિવારના એક નહિ બે ત્રણ સભ્યો કોરોનાથી મૃત્યુ પામ્યા હોઈ, ત્યારે કરશન સોલંકી ગોરડના સ્મશાનમાં કૌટુંબિક ભાઈના મરણમાં આવ્યાં હતા. તેઓએ જણાવ્યું હતું કે, તેમના કુટુંબમાં યુવાન અને વૃદ્ધ મળી 6 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. ત્યારે સ્મશાનમાં વેઇટિંગ આવતા સ્મશાનમાં સેવાભાવી સંસ્થાઓ કામ કરી રહી છે અને અન્ય સંસ્થાઓ પણ મેદાનમાં આવે તેવી લોકોમા માંગ પણ ઉઠી રહી છે.

ભાવનગરના કો મોરબીડમાં કોરોનાથી મૃત્યુ વધતા સ્મશાનમાં વેઈટિંગ

ABOUT THE AUTHOR

...view details