ભાવનગર- ગુજરાતમાં ગરમીએ ત્રાહિમામ કર્યા છે. ગરમીનો પારો 40 નીચે જતો નથી અને દિવસે દિવસે વધતી ગરમીમાં તડકામાં જવું શરીર માટે નુકસાનકારક અને ઘાતક નીવડી શકે છે. ETV BHARAT એ ડુંગળીથી લઈ કઈ ચીજો તમને લૂથી (How to avoid sun stroke)બચાવી શકે છે તેના પર માહિતી મેળવી છે. ચાલો જાણીએ ગરમીમાં તડકા અને લૂથી કેમ (What to eat in the summer season) બચી શકાય છે.
આ પણ વાંચોઃ ઉનાળામાં ગરમી અને સન સ્ટ્રોકથી થઇ રહી છે વિપરીત અસર ?, તો કરો આ કામ...
લૂથી બચવા ડુંગળી ઉત્તમ ઉપાય કેવી રીતે -ગુજરાતીઓ આમ તો ખાણીપીણીમાં હંમેશા અગ્રેસર રહ્યા છે. ત્યારે વાત ગરમીની આવે તો આપણું કેટલુંક ભોજન પણ ફાયદાકારક હોય છે. મોટાભાગના લોકોને ખાણીપીણીનો ખ્યાલ ન હોવાથી ઉપાય કરી શકતા નથી. ETV BHARAT તમને જણાવશે પ્રથમ ગરીબોની કસ્તુરી ગરમીમાં લૂ થી કેવી રીતે (How to avoid sun stroke)બચાવે છે. ડુંગળી લૂથી કેમ બચાવે છે તેના માટે ડો કપિલ પંડ્યાએ જણાવ્યું હતું કે લૂ લાગવામાં ડુંગળી મહત્વની ભૂમિકા ભજવે છે. શીતળ હોવાથી ડુંગળીને (Benefits of onions in the summer season) બપોરના ભોજન સમયે આરોગવી જોઈએ જેથી લૂથી બચી શકાય છે. ડુંગળીને ભોજન સાથે લેતા પહેલા ડુંગળી સમારીને તેમાં લીંબુ અને સિંધાલૂણ અને ધાણાજીરું નાખીને આરોગવાથી લૂ ઓછી લાગે અને શરીરમાં તાપમાન જળવાઈ રહે છે.
લૂથી બચવા શું કરાય શું ન કરાય ડુંગળીનું બપોરે અચૂક સેવન કરો ડુંગળીમાં લીંબુ,સિંધાલૂણં અને ધાણાજીરું નાખો કાચી કેરી અચૂક બપોરે ભોજનમાં ખાવી તડકામાંથી આવી 15 મિનિટ બાદ શેરડીનો રસ પીવો તડકામાંથી આવી 15 મિનિટ બાદ તરબૂચ આરોગો ચૈત્રમાં કડવા લીમડાનું સેવન કરો |