ગુજરાત

gujarat

ભાવનગર: રેપીડ ટેસ્ટ ફરજિયાત પણ સફળ કેટલો? અરજદારોને શું ઉભી થઈ નુકશાની?

By

Published : Nov 19, 2020, 10:50 PM IST

ભાવનગર શહેર અને જિલ્લામાં તંત્ર દ્વારા જનસેવા કેન્દ્ર પર રેપીડ ટેસ્ટ ફરજીયાત કરવામાં આવ્યું છે. જેને પગલે હવે હાલાકીઓ ઉભી થઇ છે અને રેપીડ ટેસ્ટના નિર્ણયનું રિએક્શન જોવા મળી રહ્યું છે.

ભાવનગરમાં જનસેવા કેન્દ્રો પર તંત્ર દ્વારા રેપીડ ટેસ્ટ કરાયો ફરજિયાત
ભાવનગરમાં જનસેવા કેન્દ્રો પર તંત્ર દ્વારા રેપીડ ટેસ્ટ કરાયો ફરજિયાત

  • ભાવનગરમાં જનસેવા કેન્દ્રો પર તંત્ર દ્વારા રેપીડ ટેસ્ટ કરાયો ફરજિયાત
  • રેપીડ ટેસ્ટને લઈ લોકોને પડી રહી છે મુશ્કેલીઓ
  • કેટલાક લોકોએ કોઈ પણ પ્રકારની અરજી કે ફોર્મ આપવાનું ટાળ્યું

ભાવનગરઃ શહેર અને જિલ્લામાં તંત્રએ હવે જનસેવા કેન્દ્રો પર ફરજિયાત રેપીડ ટેસ્ટ જાહેર કર્યો છે. પ્રથમ દિવસે તેની અસર જોવા મળી છે. રેપીડ ટેસ્ટને લઈને હવે નવી મુશ્કેલીઓ સર્જાઈ રહી છે.

ભાવનગરમાં જનસેવા કેન્દ્રો પર તંત્ર દ્વારા રેપીડ ટેસ્ટ કરાયો ફરજિયાત

શહેરમાં આઈટીઆઈ ખાતે આવેલા જનસેવા કેન્દ્ર પર રેપીડ ટેસ્ટ કરાયા

ભાવનગર શહેર અને જિલ્લામાં આવેલા જનસેવા કેન્દ્ર પર સરકાર દ્વારા રેપીડ ટેસ્ટ ફરજીયાત કરવામાં આવ્યું છે. ત્યારે પ્રથમ દિવસે જિલ્લામાં સિહોર, પાલીતાણા, ગારીયાધાર, ઘોઘા, ઉમરાળા, જેસર, મહુવા, તળાજા, વલભીપુર અને ભાવનગર શહેરમાં રેપીડ ટેસ્ટનો આઈટીઆઈ ખાતે આવેલા જનસેવા કેન્દ્ર પર ટેસ્ટ શરૂ કરી દેવામાં આવ્યું હતું. જનસેવા કેન્દ્ર પર વિવિધ કામગીરી માટે આવતા લોકોનું ફરજીયાત રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યું હતું.

ભાવનગરમાં જનસેવા કેન્દ્રો પર તંત્ર દ્વારા રેપીડ ટેસ્ટ કરાયો ફરજિયાત

રેપીડ ટેસ્ટને પગલે લોકોમાં ડર જોવા મળ્યો

શહેરમાં રેપીડ ટેસ્ટ ફરજીયાત હોવાથી કેટલાક લોકોએ કોઈ પણ પ્રકારની અરજી કે ફોર્મ આપવાનું ટાળ્યું હતું. ETV ભારતની ટીમ સામે અનેક અરજદારો પરત ફરી ગયા હતા. રેપીડ ટેસ્ટને પગલે લોકોમાં ડર જરૂર જોવા મળ્યો હતો. કેટલાક લોકો એવા પણ જોવા મળ્યા હતા કે બે દિવસ અગાવ ટેસ્ટ કરાવ્યો હોઈ તો ફરી શા માટે કરાવે. ફરજિયાત રેપીડ ટેસ્ટને પગલે પ્રજાની હેરાનગતિ વધી હોવાનું માની રહ્યા છે. લોકોએ જણાવ્યું કે, રેપીડ ટેસ્ટ ના કરાવવો હોઈ તેવા અરજદાર માટે તંત્રએ વિકલ્પ શોધવો જોઈએ. જોકે, આગામી દસ દિવસ સાવચેતીના હોવાથી ટેસ્ટ ફરજીયાત કર્યો હોવાનું તંત્રએ પોતાની યાદીમાં જણાવ્યું છે.

ભાવનગરમાં જનસેવા કેન્દ્રો પર તંત્ર દ્વારા રેપીડ ટેસ્ટ કરાયો ફરજિયાત

ABOUT THE AUTHOR

...view details