ગુજરાત

gujarat

ETV Bharat / city

કડકડતી ઠંડીમાં શરદી સહિતના રોગોથી બચાવતા ડો. માધવી પટેલના ઘરગથ્થુ ઉપાયો - cold

ભાવનગર શહેર સહિત સમગ્ર ગુજરાતમાં કડકડતી ઠંડીનો પ્રારંભ થઇ ગયો છે. ઠંડીમાં શરદી, કફ સહિતના રોગો માથું ઊંચકવાની શરૂઆત થઈ જાય છે. Etv Bharatએ ડોક્ટર અને વૈદ્ય માધવી પટેલ (Dr Madhavi patel) સાથે વાતચીત કરીને ઉપાયો મેળવ્યા છે. ચાલો જાણીએ ઠંડીના રોગોના ઉપચારો (home remedies for cold) ઘરમાં ક્યાં ક્યાં છે.

home remedies of Dr Madhavi patel
home remedies of Dr Madhavi patel

By

Published : Nov 16, 2021, 9:34 AM IST

  • શિયાળામાં શરદી, ત્વચા, સ્ટ્રોક વગેરે જેવી સમસ્યાઓ માટે ઘરગથ્થુ ઉપચારથી ઈલાજ
  • Etv Bharatએ ડોક્ટર અને વૈદ્ય માધવી પટેલ પાસેથી મેળવી અગત્યની જાણકારી
  • વૈદ્ય માધવી પટેલે ઘરમાં રહેલા શરદી, ત્વચા અને સ્ટ્રોક તેમજ પીઠના દુખાવાના ઉપચાર જણાવ્યા
  • ઉપચાર સાથે કેટલીક બાબતોને ઠંડીમાં એટલે કે શિયાળામાં ત્યજવી પણ જોઈએ

ભાવનગર: શિયાળાનો પ્રારંભ (The onset of cold) થઇ ગયો છે. શરદી, ઉધરસ કફ જેવી સમસ્યાઓ હવે માથું ઊંચકવા લાગી છે. આવી પરિસ્થિતિમાં ઘરે બેઠા પણ કેટલાક ઉપાયો આયુર્વેદમાં આપેલા છે. ઘરગથ્થુ ઉપચાર (home remedies for cold) આયુર્વેદ શાસ્ત્રમાં છે. જેમાં મોટાભાગના લોકોને ખ્યાલ નથી હોતો કે ઉપચાર શું અને તે ઘરમાં મળી રહી ખરાં તો જવાબ હા છે. ચાલો તમને જણાવી દઈએ શું છે ઉપચાર જે ઘરમાં જ છે. Etv Bharatએ ડોક્ટર અને વૈદ્ય માધવી પટેલ સાથે વાતચીત કરી હતી. જેમાં તેમને શિયાળામાં થતી તકલીફો વિશે સવાલો કરતા તેના જવાબો નીચે પ્રમાણે આપ્યા હતા.

કડકડતી ઠંડીમાં શરદી સહિતના રોગોથી બચાવતા ડો. માધવી પટેલના ઘરગથ્થુ ઉપાયો

સવાલ: શરદી માટેનો ઘર ગથ્થુ ઉપચાર શું ?

જવાબ: શરદી (cold) થાય તો નાસ લેવો, ગરમ પાણી પીવું, હળદર અજમાને ગરમ પાણી સાથે લેવો, તુલસીના પાન આરોગતા રહેવું, શ્વાસમાં લેવામાં તકલીફ હોય તો ગાયના ઘીના ટીપાં નાખવા.

સવાલ: સ્ટ્રોક કેસમાં વધારો કેવી રીતે ટાળવો ?

જવાબ: શિયાળામાં ઠાડીના કારણે માસપેશીઓ અને નસો સંકોચાઈ જતી હોય છે. તેના માટે ઉપચાર ઘરગથ્થુ માત્ર કસરત અને પ્રાણાયામ છે અને બી પોઝિટિવની નીતિ રાખવી જોઈએ.

સવાલ: પીઠના સાંધાના દુખાવા માટે શું કરવું ?

જવાબ: પીઠનો દુખાવો દૂર કરવા સરસવનું તેલનું માલિશ, રેતી કે અન્ય વસ્તુનો શેક લેવો જોઈએ.

સવાલ: ત્વચા શુષ્ક થવા લાગે તો શું કરવું ?

જવાબ: શિયાળામાં ત્વચા શુષ્ક થાય તો તેલનું માલિશ કરવું કોઈ પણ તેમજ ઘી અને તેલનો ખોરાક વધુ લેવો જોઈએ.

આમ શિયાળામાં ઘરગથ્થુ ઉપચારો (home remedies for cold) તો છે પણ સાથે ડોક્ટર માધવી પટેલે (Dr Madhavi patel) લોકોને પોતાના આહાર અને વિહાર પર ખાસ ધ્યાન પણ રાખવું જોઈએ તેમ જણાવ્યું હતું. ઠંડકવાળી ચિજો જેમકે કોલ્ડડ્રિંક્સ, આઈસ્ક્રીમ વગેરેથી દુરી રાખવી તેમજ ફ્રીઝના પાણીનો ત્યાગ કરવો જોઈએ. વધુ ઠંડીમાં ગરમ કપડાં પહેરતા રહેવું જોઈએ.

આ પણ વાંચો:કોઈ શું ખાય એનાથી મને કોઈ મતલબ નથી: નોનવેજ પ્રતિબંધ પર ગુજરાતના મુખ્યપ્રધાનનું નિવેદન

આ પણ વાંચો: "જેને જે ખાવું હોય તે ખાય શકે છે, અમને કંઈ વાંધો નથી": ભુપેન્દ્ર પટેલ

ABOUT THE AUTHOR

...view details