ભાવનગરઃ પીએમ નરેન્દ્રભાઈ મોદીના 70માં જન્મદિવસને સેવા સપ્તાહ તરીકે ભારતીય જનતા પાર્ટી ઉજવી રહી છે. ત્યારે સતત સાત દિવસ સુધી અનેકવિધ પ્રકારના સેવાકિયો કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે.
ભાવનગરમાં વડાપ્રધાનના ફોટો ગેલેરીનું આયોજન, બાળપણથી લઈ પીએમ સુધીની યાત્રાની ઝલક દર્શાવાઇ
ભાવનગર નહિ પણ સમગ્ર વિશ્વમાં પ્રિય બનેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 70 માં જન્મ દિવસની ઉજવણીના ભાગરુપે ભાવનગર શહેર ભાજપે વડાપ્રધાનના ફોટાની ગેલેરીને ખુલ્લી મૂકી હતી. ગેલેરીમાં વડાપ્રધાનના નાનપણથી લઈને હાલ સુધીના ફોટા જોવા મળ્યાં હતાં.આ ગેલરીને પૂર્વ સાંસદ રાજુભાઇ રાણા દ્વારા ખુલ્લી મુકવામાં આવી હતી.
ભાવનગરમાં ગુલીસ્તા સ્કૂલના મેઈન હોલ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જીવન કવન અંગેના ફોટોગ્રાફ્સ, પેંટિંગ અને સ્લાઇડશૉ સાથેની પ્રદર્શનનું પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રાજુભાઇ રાણાના વરદ હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. જેમાં નરેન્દ્રભાઇના જીવનમાં બાળપણથી લઇ વડાપ્રધાન પદ સુધીની સફર જોવા મળી હતી. તેમના જીવનની સંઘર્ષ ગાથા, જીવનના વિવિધ તબક્કાઓ, અને રાજકીય સફર પરના વિવિધ ફોટોગ્રાફ્સ, વિવિધ કલાકારોના પેંટિંગ્સ અને સ્લાઈડ શૉ સાથેનું એક પ્રદર્શન ૪ દિવસ માટે યોજવામાં આવ્યું છે.
આ પણ વાંચો: મોદી ભક્તિમાં લીન એવા બનાસકાંઠના રસાણા ગામના ભક્તની જાણીએ કહાની...
આ ફોટો સ્લાઈડ શૉ પ્રદર્શન 17 સપ્ટેમ્બર થી લઈ 20 તારીખ સુધી એમ ચાર દિવસ સુધી આમ જનતા માટે ખુલ્લું રહેશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી યુવાઓના આઇકોન રહ્યા છે ત્યારે તેમના જીવનની સંઘર્ષ ગાથા, તમને કરેલા સેવા કર્યો, તેમના જીવનના વિવિધ તબક્કાઓ અને વણજોયેલા ભાગને ફોટો પ્રદર્શની દ્વારા જોવો એક લહાવો ભાવેણા વાસીઓ માટે રહેશે. આ પ્રદર્શન સવારે 10 થી સાંજે 8 સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે તો આ દુર્લભ પ્રદર્શનનો લાભ નગરજનો, શહેરીજનો, શુભેચ્છકો અને કાર્યકર્તાઓને લેવા શહેર અધ્યક્ષ સનતભાઈ મોદીએ અનુરોધ કર્યો છે.