ગુજરાત

gujarat

ETV Bharat / city

શ્રાવણમાં શ્રાવણી સરવડા, ભાવનગરમાં સતત બીજા સારો વરસાદ - bhavnagar rain

ભાવનગર શહેરમાં બીજા દિવસે સારા વરસાદથી લોકોમાં આનંદ ફેલાઈ ગયો છે. ગઈકાલે બુધવારે 2 ઇંચ વરસાદ બાદ બીજા દિવસે શ્રાવણી સરવડાઓ વરસ્યા હતા. તો સાંજના સમયે સારો વરસાદ નોંધાયો હતો. વાતાવરણ આહલાદક બની જતા લોકોમાં આનંદ છવાઈ ગયો હતો.

heavy rain bhavnagar
heavy rain bhavnagar

By

Published : Aug 6, 2020, 8:42 PM IST

ભાવનગરઃ ભાવનગર શહેરમાં બીજા દિવસે સારા વરસાદથી લોકોમાં આનંદ ફેલાઈ ગયો છે. ગઈકાલે 2 ઇંચ વરસાદ બાદ બીજા દિવસે શ્રાવણી સરવડાઓ વરસ્યા હતા. તો સાંજના સમયે સારો વરસાદ નોંધાયો હતો. વાતાવરણ આહલાદક બની જતા લોકોમાં આનંદ છવાઈ ગયો હતો.

ભાવનગરમાં ઘણા અઠવાડિયાથી વરસાદી વાતાવરણ રહેવા પામ્યું છે. શહેર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે વરસાદી ઝાપટાઓ પણ વરસવાનું બંધ થયું હતું. જો કે, ગઈકાલે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. શ્રાવણ માસના શ્રાવણી સરવડાનો માહોલ વચ્ચે સમયે શ્રાવણી સરવડાઓ વરસી ગયા હતા. તો બાદમાં વરસેલા 1 ઇંચ વરસાદથી સમગ્ર શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. તો જિલ્લાના માત્ર ભાવનગર સહિત અન્ય તાલુકામાં વરસાદ ગાજવીજ સાથે નોંધાયો હતો. પરંતુ અઠવાડિયાથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ સંતાકૂકડી રમી રહ્યો હતો. શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટાઓ વરસતા હતા.

શ્રાવણમાં શ્રાવણી સરવડા બીજા દિવસે તો સાંજે સારો વરસાદ

ભાવનગર જિલ્લામાં કુલ ચોમાસાના 595mm વરસાદની જરૂર હોય છે. પરંતુ ભાવનગરમાં 510 mm વરસાદ વરસી ચૂક્યો છે. ત્યારે હવે 30થી 40 ટકા આસપાસ વરસાદની જરૂર છે. જો કે શહેરવાસીઓ પણ વરસાદની રાહમાં હતા, સારો એવો વરસાદ વરસતા બફારો અને ગરમીમાંથી લોકોને રાહત મળી હતી. જો કે, સૌથી ઓછો વરસાદ જિલ્લામાં તળાજા અને સિહોર તાલુકામાં છે. જ્યારે અન્ય તાલુકામાં એવરેજ 250mm ઉપર વરસાદ રહ્યો છે. ભાવનગર શહેરમાં અઠવાડિયાથી તડકા વચ્ચે સરવડા વરસાદના આવી રહ્યાં હતા. કુલ વરસાદના આંકડા જોઈએ તો આશરે 271mm વરસાદ હજુ સિઝનનો બાકી રહ્યો છે. ઓગસ્ટ માસ ચાલતો હોય અને આગામી ઓગસ્ટ માસના અંત સુધીમાં સારો એવો વરસાદ નોંધાય તો જિલ્લામાં જગતના તાતની ખેતીની જરૂરિયાત પૂર્ણ થઈ જાય તેમ છે.

ABOUT THE AUTHOR

...view details