ભાવનગર- ઉનાળાની આકરી ગરમીમાં (Weather in Bhavnagar )આવતી કાચી કેરીનું રહસ્ય તમે ન જાણતા હોવ ત્યારે ETV BHARAT એ કાચી કેરીનું સ્વાસ્થ્ય માટે મહત્વ સામે લાવ્યું છે. તડકામાં ફરનારા (Heat Wave precaution) લોકોએ કાચી કેરીના મહત્વને (Important of raw mangoes in summer )જરૂર સમજવું Fight Summer with Raw Mangoજોઈએ. ફળોમાં આવતી બે અવસ્થામાં પહેલી અવસ્થા મહત્વની હોય છે ત્યારે કાચીકેરીનું મહત્વ જાણો.
કાચી કેરી પણ ગુજરાતીઓની ફેવરિટ- "કચ્ચા બદામ" ની આપણે વાત નથી કરવાના પણ ગુજરાતીઓની ફેવરિટ કહેવાતી "કાચી કેરી" ની વાત આપણે જરૂર કરવી છે. પાકેલી કેરી કેટલી ફાયદારૂપ તમે જાણતાં હશો પણ તમને એ ખ્યાલ નહીં હોય કે "કાચી કેરી" નો ફાયદો શું છે ? બપોરે ભોજનમાં લેવાનું નો ભૂલતા આ બાબત જાણ્યા પછી.
"કાચી કેરી" નું મહત્વ શું છે ઉનાળામાં કેમ જરૂરી કાચી કેરી - સમગ્ર ગુજરાતમાં ગ્રીષ્મ ઋતુનો ચાલી રહી છે. આંબાઓ પર ફળોના રાજા કહેવાતી કેરીઓ લટકતી જોવા મળે છે. ભાવનગર આયુર્વેદ હોસ્પિટલના ડો કપિલ પંડ્યાએ જણાવ્યું હતું કે કાચી કેરીનું આગમન ગ્રીષ્મ ઋતુના પ્રારંભમાં થવા લાગે છે. ધગધગતા તાપમા લૂ લાગવાના અનેક બનાવો બને છે. ત્યારે લૂથી બચવા માટે કાચી કેરી ડુંગળી કે મીઠું મરચું અને ગળપણ સાથે લેવી જોઈએ. જેથી ગરમીમાં લૂથી બચાવવાનું કામ કાચી કેરી કરે છે.