ગુજરાત

gujarat

ETV Bharat / city

વેક્સીનની સાથે આરોગ્ય કર્મચારી મહાસંઘ હડતાળ પર : અચોક્કસ મુદતની હડતાળ - ગ્રેડ પે અને પેટ્રોલ ભથ્થાને લઈને હડતાળ

ભાવનગરમાં આરોગ્ય કર્મચારી મહાસંઘ અચોક્કસ હડતાળ પર ઉતરી ગયું છે. પગારના ગ્રેડ પે અને પેટ્રોલ ભથ્થાને લઈ સરકારે સ્વીકાર કર્યા બાદ તેનો ઠરાવ કરી અમલવારી નહીં કરતા હડતાળ પર આરોગ્ય મહાસંઘ ઉતરી ગયું છે. એટલું નહીં, આગામી દિવસોમાં 33 જિલ્લામાં હડતાળ અને ધરણાના કાર્યક્રમો પણ ગોઠવી દેવામાં આવ્યાં છે.

વેકસીનની સાથે આરોગ્ય કર્મચારી મહાસંઘ હડતાળ પર : અચોક્કસ મુદ્દતની હડતાળ
વેકસીનની સાથે આરોગ્ય કર્મચારી મહાસંઘ હડતાળ પર : અચોક્કસ મુદ્દતની હડતાળ

By

Published : Jan 13, 2021, 2:15 PM IST

  • આરોગ્ય કર્મચારી મહાસંઘ અચોક્કસની હડતાળ ઉપર
  • વેકસીનના આગમન સમયે આરોગ્યવિભાગના કર્મચારી સંઘની હડતાળ
  • આગામી સમયમાં ગાંધીનગર કક્ષાએ થશે આંદોલન


ભાવનગરઃ ભાવનગર શહેરમાં વેકસીન આવવાના શુભ સમાચાર વચ્ચે જિલ્લા આરોગ્ય કર્મચારી મહાસંઘના કર્મચારીઓ હડતાળ પર જતા રહ્યાં છે અને આગામી દિવસોમાં પણ હડતાળ ચાલુ રહેવાની છે. વેકસીન આવવાની સાથે દુઃખદ વાત એ છે કે જે આરોગ્ય વિભાગને પ્રથમ વેકસીન આપવાની છે એ આરોગ્ય કર્મચારી મહાસંઘ એ જ અચોક્કસ મુદ્દતની હડતાળ જાહેર કરી હડતાળ પર ઉતરી ગયાં છે. ભાવનગરમાં આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા હડતાળમાં સહભાગી બનીને મહાસંઘને ટેકો આપવામાં આવ્યો છે.

મહાસંઘની શું માગણી અને શું રણનીતિ છે

ભાવનગરમાં જિલ્લા આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ જાહેર કરી છે જેને પગલે ભાવનગરમાં પણ કર્મચારીઓ હડતાળ પર રહ્યાં હતાં. પગારનો ગ્રેડ પે વધારવો અને 8 કિલોમીટર ઉપર પેટ્રોલના ભથ્થાની માગણી સ્વીકાર્યા બાદ સરકાર ઠરાવ કરીને અમલમાં નહીં લાવતા આરોગ્ય સંઘ રોષે ભરાયું અને હડતાળ જાહેર કરી છે 33 જિલ્લામાં આગામી દિવસોમાં માગ નહીં સંતોષાય તો 33 જિલ્લાના કાર્યક્રમો અને ગાંધીનગર કક્ષાએથી અને જિલ્લાકક્ષાના ધરણા કાર્યક્રમ જાહેર કરી દીધાં છે.

ABOUT THE AUTHOR

...view details