ભાવનગર: સિહોર શહેર ભાવનગરથી 25 કિ.મી.દૂર છે. નગરની દક્ષિણ દીવાલ પાસે પાણીની ઉત્તમ ગુણવતા માટે જાણીતા બ્રહ્મકુંડ છે. એમ કહેવાય છે કે, તેમાં સ્નાન કરનાર બ્રાહ્મણો ખૂબ ભક્તિભાવથી નીલકંઠસ્વેર મહાદેવની પૂજા કરે તો તે સારો વક્તા અને પંડિત બનશે. તેમાં દરરોજ સ્નાન કરનારને શિવલોકમાં સ્થાન મળશે એવી ખાતરી અપાય છે. સિહોરના બ્રહ્મકુંડનું નામ ઇતિહાસના પન્નાઓ પર લખાયો છે. આ એજ બ્રહ્મકુંડ છે.
સિંહપુર'ની ઐતીહાસિક વિરાસત આજે પણ અંકબંધ જ્યાં પાટણના રાજા સિદ્ધરાજસિંહ સોલંકી કે, જેઓના ઇતિહાસ સિહોર સાથે જોડાયેલો છે. એમ કહેવાય છે કે, પાટણના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહને આ કુંડમા સ્નાન કરવાથી રક્તપિત્ત મટી ગયો હતો. દીપડીયા નામની ટેકરી ધાર પછી તરત આવતી ગૌતમી નદી ગૌતમકુંડ નજીક આવેલી છે. આ કુંડનું નામ ગૌતમ ઋષિના નામ પરથી પડ્યું છે. આ ઋષિ અહીં ગુફામા રહી ધાર્મિક તપ કરતા હતા. આ બ્રહ્મકુંડ ભાવનગર જિલ્લાના સિહોર ખાતે આવેલા છે. જ્યાં દર વર્ષે ભાદરવા માસની અમાસ દિવસે વિશાળ જનમેદની સાથે ભાતીગળ મેળો ભરાય છે. સિહોર એક પ્રાચીન સ્થળ છે. તેનો 'સિંહપુર' તરીકે પણ ઉલ્લેખ થયેલો છે.
સિંહપુર'ની ઐતીહાસિક વિરાસત આજે પણ અંકબંધ સિહોરના આ પરદેશના જળનો ઘણો પ્રભાવ ગણાતો કહે છે કે, સિદ્ધરાજ જયસિંહને રાણકદેવિના શ્રાપથી શરીર પર કોઢ ફૂટી નીકળેલો સિદ્ધરાજ પોતાની સેના સાથે એક વખત સિહોર પાસેથી પસાર થતા હતા. ત્યારે ખૂબ તરસથી વ્યાકુળ થયો અને બ્રહ્મકુંડનું પાણી પીવાથી અને સ્નાન કરવાથી તેને પોતાનો કોઢમાં સુધારો થયાનું જણાયું હતુ. આથી એણે પોતાના મુકામે થોડો લંબાવ્યો ફાયદો થયાનું ચોક્કસ થતો એને એ પાણીવાળા સ્થાનની તપાસ કરાવી. એનું પાણી લાંબા સમય સુધી પીવાની તથા જ્ઞાનના કામમાં લીધું આથી તેનો કોઢ સંપૂર્ણ દૂર થયો.
સિંહપુર,સિંહગઢ સારસ્વતપુર વગેરે નામથી જાણીતું છે. - અલૌકિક ગણી સિદ્ધરાજે ત્યાં ફેડનું નિર્માણ કર્યું તેને આજે 'બ્રહ્મકુંડ' કહે છે.
- આ બ્રહ્મકુંડ ચોંખડો અને વિશાળ છે. તેની ચારે તરફ સુંદર 126 મૂર્તિઓ મુકેલી છે.
- ચારે બાજુ પગથિયા છે. તેના ચમત્કારિક પાણીનો કંદપુરાણમાં ઉલ્લેખ છે.
- નાન્હાલાલ કવિએ પોતાના 'હરિસંહિતા' નામક મહાકાવ્યમાં શ્રી કૃષ્ણ ભગવાન અહીં આવ્યોનો ઉલ્લેખ મોજુદ છે.
- બ્રહ્મકુંડમાં શ્રદ્ધાળુઓ શ્રવણ માસ દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં આવે છે.
ભાવેણાની જૂની રાજધાની 'સિંહપુર'ની ઐતિહાસિક વિરાસત આજે પણ અંકબંધ
ભાદરવી અમાસના દિવસે અહીં વિશાળ લોકમેળો સિહોર પાલિકા દ્વારા યોજાય છે. જેમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડે છે. રમકડાં તથા વિવિધ ખાણીપીણી ના સ્ટોલ લાગે છે. ત્યારે શ્રાવણ માસના છેલ્લા દિવસ એટલે કે અમાસ ના રોજ ખૂબ મોટી સંખ્યામાં યાત્રાળુઓ નવનાથના દર્શનાથે સવારથી જ આવે છે અને દર્શન કરી સાથે પુણ્યનું ભાથું બાંધે છે. શિવજીના મંદિરો આકર્ષિત શણગારો કરવામાં આવ્યા હતા. બ્રહ્મકુંડ ખાતે જ કામનાથ મહાદેવ બિરાજમાન છે તથા નવનાથમનું એક જોડનાથ મહાદેવ અને સાંઈબાબાનું મંદિર આવેલું છે, ત્યાં પણ ભગવાન ભોળાનાથ ને શિવશક્તિના રાણકારો પણ કહેવામાં આવે છે.