ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાવનગરની હેતસ્વી સોમાણીએ રાજ્ય કક્ષાની યોગ સ્પર્ધામાં સિલ્વર મેડળ મેળવ્યો - ભાવનગરનું ગૌરવ

ભાવનગરની હેતસ્વી સોમાણીએ યોગ ગર્લ રાજ્ય કક્ષાની ઓનલાઇન યોજાયેલી સ્પર્ધામાં 2 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. હેતસ્વીએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ 68 થી વધુ ગોલ્ડ મેડલ જીત્યાં છે. તેમજ તાજેતરમાં યોજાયેલ ગુજરાત સરકાર યોગાસન સ્પોર્ટ્સ એસોસિયેશનની ઓનલાઇન સ્પર્ધામાં બીજો ક્રમાંક મેળવી ભાવનગરનું ગૌરવ વધાર્યું છે.

ભાવનગરની હેતસ્વી સોમાણીએ રાજ્ય કક્ષાની યોગ સ્પર્ધામાં સિલ્વર મેડળ મેળવ્યો
ભાવનગરની હેતસ્વી સોમાણીએ રાજ્ય કક્ષાની યોગ સ્પર્ધામાં સિલ્વર મેડળ મેળવ્યો

By

Published : Oct 27, 2021, 8:05 PM IST

  • રાજ્યમાં બીજો ક્રમાંક મેળવી ભાવનગરનું ગૌરવ વધાર્યું
  • બે સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ પર કબજો જમાવ્યો
  • 15 આંતરરાષ્ટ્રીય અને 31 વખત રાષ્ટ્રીય કક્ષાએ રમી છે
  • અત્યાર સુધી 68 ગોલ્ડ મેડલ જીતી ચુકી છે

ભાવનગર : ગુજરાત સરકાર યોગાસન સ્પોર્ટ્સ એસોસિયેશન દ્વારા ઓનલાઇન ત્રણ વિભાગમાં સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સિનિયર વિભાગમાં હેતસ્વી સોમણીએ ભાગ લીધો હતો અને ઓનલાઇન યોગ કરીને બીજો ક્રમાંક મેળવ્યો હતો. સોમણીને આ સ્પર્ધા દરમિયાન 2 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયો છે તેમજ આ સ્પર્ધામાં 770 થી વધારે સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

ભાવનગરની હેતસ્વી સોમાણીએ રાજ્ય કક્ષાની યોગ સ્પર્ધામાં સિલ્વર મેડળ મેળવ્યો

68 કરતાં વધુ ગોલ્ડ મેડલ પર કબજો

હેતસ્વી સોમણીએ જણાવ્યું હતું કે, ઓનલાઇન યોજાયેલી સ્પર્ધામાં અનેક સ્પર્ધકો હતા જેમાં સોંગના આધારે તેમજ નોર્મલી યોગા કરવાના હતા. જેના માટે ઘરે ઘણાં સમય સુધી પ્રેકટીસ કરવી પડતી હતી અને આંતરરાષ્ટ્રીય કક્ષાનાં નિયમ પ્રમાણે કામ કરવું પડે છે અને તે યોગ વર્લ્ડ ચેમ્પિયન રહી ચુકી છે. તેમજ હાલમાં તે ભારતની યોગ બ્રાન્ડ એમ્બેસેટર પણ છે. 68 કરતાં વધુ ગોલ્ડ મેડલ પણ જીત્યા છે. તે 19 વર્ષથી આ ફિલ્ડમાં છે 15 કરતાં પણ વધુ સમય આંતરરાષ્ટ્રીય ચેમ્પિયન અને 31 વખત રાષ્ટ્રીય કક્ષાએ રમી ચુકી છે.

આ પણ વાંચો : Guru Pushya Nakshatra : લગ્નસરા અને ઘર માટે દાગીના ખરીદવાનો ઉત્તમ દિવસ

આ પણ વાંચો : પોલીસ ગ્રેડ પે વધારાને લઇને થાળીઓ વગાડી, રસ્તા રોકી કરાયું વિરોધ પ્રદર્શન

ABOUT THE AUTHOR

...view details