ભાવનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 13થી 15 ઓગસ્ટ દરમિયાન 'હર ઘર તિરંગા' (Har Ghar Tiranga theme) એટલે કે દરેક ઘરમાં ત્રિરંગો લહેરાવવાની વાત કરી છે. તો ગુજરાતમાં 1 કરોડ ઘર અને કચેરી પર ત્રિરંગો લહેરાવવીને ઉજવણી કરવામાં આવશે. ત્યારે ભાવનગરમાં પાલીતાણાની ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળામાં (Zawerchand Meghani Primary School) પણ બાળકો માટે હર ગાલ પે તિરંગા કાર્યક્રમ (Childrens program Har Gal Pe Tiranga) યોજાયો હતો.
બાળકોએ ગાલ પર દોરાવ્યો ત્રિરંગો આ પણ વાંચો-Har Ghar Tiranga : અમદાવાદ શહેરમાં આટલા ઘરો પર લહેરાશે તિરંગો
બાળકોમાં અનેરો ઉત્સાહ - સમગ્ર દેશમાં અત્યારે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી (Celebrating the Amrit Mohotsav of Azadi) ચાલી રહી છે. તેવામાં હવે દેશનો સ્વતંત્ર દિવસ (15 ઓગસ્ટ) પણ નજીક આવી રહ્યો છે. આવામાં વડાપ્રધાને લોકોને ઘરમાં તિરંગો લહેરાવવાનું (Har Ghar Tiranga theme) આહ્વાન કર્યું છે. તેના જ ભાગરૂપે ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળામાં (Zawerchand Meghani Primary School) ધોરણ 1થી 8માં બાળમેળો અને લાઈફ સ્કીલ અંતર્ગત બાળકોને આનંદની પ્રવૃત્તિ કરાવવામાં આવી રહી છે. તો અહીં હર ઘર તિરંગાની થીમ (Har Ghar Tiranga theme) પર હર ગાલ પે તિરંગા કાર્યક્રમ યોજાયો હતો, જે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
બાળકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ આ પણ વાંચો-સુરતથી શરૂ થતું હર ઘર તિરંગા અભિયાન, 72 કરોડ તિરંગાનો ટાર્ગેટ
બાળકોમાં રાષ્ટ્ર પ્રત્યે પ્રીતિ જન્મે તે હેતુ - દેશની આઝાદીના 75માં અમૂલ્ય અવસર પર સમગ્ર રાષ્ટ્ર દેશભક્તિથી તરબોળ બનવાં જઈ રહ્યો છે. આમાંથી શાળાઓ અને દેશના ભાવિ નાગરિકો એવાં વિદ્યાર્થીઓ પણ બાકાત નથી. વિદ્યાર્થીઓ પર ‘મા’ ભારતીના ગર્વનો આ અવસર આન, બાન અને શાન સાથે ઉજવાય તે માટે ઉત્સાહિત છે. શાળાના વિદ્યાર્થીઓ કે, જેઓ આવતીકાલના ભારતનું ઉજ્જવળ ભવિષ્ય છે. તેમનામાં પણ રાષ્ટ્ર પ્રત્યેની પ્રીતિ જન્મે તેવા ભાવ સાથે આ શાળામાં ઉજવણી કરવામાં આવી હતી.