ભાવનગરહીરા બજારમાં કરોડોનો વહીવટ માત્ર એક વિશ્વાસ ઉપર ચાલતો હોય છે. ત્યારે આ વિશ્વાસ તોડનારાઓ ઘણા હીરાના વેપારીઓને છેતરવામાં સફળ રહેતા (gujarat fraud case) હોય છે. તેવામાં ભાવનગરમાં એક કિસ્સામાં લાખોની છેતરપિંડી કરનારા પરપ્રાંતીય શખ્સ અને મહિલાઓ છેતરપિંડી કરવામાં સફળ (bhavnagar diamond market ) પણ રહ્યા, પરંતુ બાદમાં વેપારીને આ અંગે જાણ થતાં તેણે પોલીસ ફરિયાદ (fraud complaint police) કરી હતી. તો પોલીસે બંને આરોપીને ઝડપી પાડ્યા હતા.
આ પણ વાંચોખોટા ઓડિટ રિપોર્ટ, સર્ટિફિકેટ અને ખોટા વાઉચર બનાવી વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરી ટ્રસ્ટઓએ
અહીં બન્યો બનાવશહેરમાં નિર્મળનગરની શેરી નંબર ત્રણમાં 24 ઓગસ્ટે રોજ દર્શક રમેશભાઈ ઘેવરિયા નામના હીરાના વેપારીને છેતરી લેવામાં આવ્યા હતા. સમગ્ર બનાવને પગલે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં (Neelambagh Police Station) એક મહિલા સહિત બે પુરૂષો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં (fraud complaint police) આવી હતી. બનાવ બાદ નીલમબાગ પોલીસે એક પુરુષ અને એક પરપ્રાંતીય મહિલા આરોપીને ઝડપી લીધા હતા.
આ પણ વાંચોસોનાની છેતરપિંડીમાં આવ્યો નવો વળાંક, મેનેજર આવ્યો પોલીસ પકડમાં
શું હતી ઘટના અને કેવી રીતે બન્યો બનાવઆ બનાવમાં વેપારી દર્શક ઘેવરિયાને પરેશભાઈ નામના વ્યક્તિએ મુંબઈની (bhavnagar diamond market) પાર્ટી આવી હોવાનું કહીને ત્રણ મુલાકાત બાદ 24 ઓગસ્ટે હીરા જોવા માટે બોલાવ્યા હતા. દર્શકભાઈ હીરા (gujarat fraud case) બતાવવા જતા તેમની નજર ચૂકવીને હીરાની અદલાબદલી થઈ ગઈ હતી. હીરા ખરીદવા આવેલા મહિલા અને પુરૂષે હીરા જોયા બાદ પેમેન્ટ આંગડીયાથી મોકલીશું તેવું કહ્યું હતું ને બાદમાં તમે હીરા મોકલજો તેમ કહી નીકળી ગયા હતા.
વેપારીને ગઈ શંકા દર્શકભાઈને 2-3 દિવસમાં આંગડીયું ન આવતા મહિલાને ફોન કર્યો હતો. તો મહિલાએ ગોળગોળ જવાબ આપતા દર્શકભાઈને શંકા ગઈ હતી. આથી દર્શકભાઈએ પુરૂષ મહિલાને બતાવેલા હીરાના પડીકા તપાસતા માલૂમ પડ્યું હતું કે, છેતરપિંડી થઈ છે અને હીરા બદલાવી લેવાયા છે. આથી વેપારીએ છેતરપિંડીની ફરિયાદ (fraud complaint police ) નોંધાવી હતી.
પોલીસે મુંબઈથી આરોપીને ઝડપી પાડ્યા 2 પુરૂષ અને 1 મહિલા સામે ફરિયાદ બાદ નીલમબાગ પોલીસે (Neelambagh Police Station) મુંબઈમાં રહેતા અને મૂળ કર્ણાટકના રહેવાસી આરોપી રૂપેશ ચવાન અને શ્વેતા યાદવ મુંબઈમાં રહેતી અને મૂળ હરિયાણાની રેહવાસીને ઝડપી લીધા હતા. સાથે જ 487 કેરેટ, જેની બજાર કિંમત આશરે 54,00,000 રૂપિયા થવા જાય છે. તે સમગ્ર હીરાના મુદ્દામાલને કબજે (bhavnagar diamond market) લીધા હતા.