ગુજરાત

gujarat

ETV Bharat / city

લોકડાઉનમાં કોંગ્રેસે સોશિયલ મીડિયાનો લીધો સહારો: પ્રમુખો સાથે સોશિયલ મીડિયામાં ગ્રૂપ મિટિંગ

ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્યના પ્રમુખો સાથે સોશિયલ મીડિયામાં ઓનલાઈન મિટિંગ કરી હતી. આવતી કાલે 28 મેંના રોજ રાહુલ ગાંધી દેશના કોંગ્રેસ પ્રમુખો સાથે ઓનલાઈન મિટિંગ સોશિયલ મીડિયામાં કરશે. પ્રદેશ પ્રમુખે બુધવારે દરેક જિલ્લાની સમસ્યા જાણી આવતીકાલે ઓનલાઇન રહેવા પ્રમુખોને તાકીદ કરી હતી.

Group meeting on social media
પ્રમુખો સાથે સોશિયલ મીડિયામાં ગ્રૂપ મિટિંગ

By

Published : May 27, 2020, 5:05 PM IST

ભાવનગરઃ ગુજરાતમાં કોરોના મહામારીમાં કોંગ્રેસે અંતે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને રાજીવ સાતવ સાથે ઓનલાઈન એપમાં ગ્રૂપ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ અને મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા જયદીપસિંહ ગોહિલ પણ જોડાયા હતા.

લોકડાઉનમાં કોંગ્રેસે સોશિયલ મીડિયાનો લીધો સહારો
લોકડાઉનમાં કોંગ્રેસને મિટિંગ યોજવી શક્ય નથી, ત્યારે ગુજરાત કોંગ્રેસે હવે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને રાજીવ સાતવ ઓનલાઈન એપ મારફત રાજ્ય અને જિલ્લાના પ્રમુખો અને ચૂંટાયેલા નેતાઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. કોરોના મહામારીમાં લોકોને પડતી હાલાકી અને દરેકને પોતાના જિલ્લાની સમસ્યાઓને રજૂ કરવામાં આવી હતી. ઇન્કમ ટેક્સ ભરનારા લોકોના ખાતામાં 10 હજારની રકમ સરકાર નાખે તેવી માંગ કરવામાં આવી છે.

સાથે 28 મેંના રોજ રાહુલ ગાંધી સમગ્ર દેશના જિલ્લા પ્રમુખો અને શહેર પ્રમુખો સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી ગ્રુપમાં વાર્તાલાપ કરવાના છે. જેમાં કોંગ્રેસ દરેક વર્ગના લોકોને સાથે રાખીને આગામી રણનીતિ તૈયાર કરવા જઈ રહી છે.

ABOUT THE AUTHOR

...view details