ભાવનગરઃ ભાવનગરના દક્ષિણામૂર્તિ કુમાર વિદ્યાલયમાં અભ્યાસ કરીને વર્ષો પછી પણ મેળવેલા શાળાના સંસ્કારને ભાવેણાના પૂર્વ વિદ્યાર્થીઓ ભૂલ્યા નથી. 4-5 વિદ્યાર્થીઓએ કોઈ વ્યક્તિ નામ નહીં પણ પોતાની શાળાના નામથી 300 કરિયાણાની કીટનું વિતરણ કર્યું હતું.
શાળાના સંસ્કાર નહીં ભૂલતા પૂર્વ વિદ્યાર્થીઓ: 300 ગરીબોને કરીયાણાની કીટ વિતરણ કરી - ભાવનગર કોરોના ન્યૂઝ
ભાવનગરના દક્ષિણામૂર્તિ કુમાર વિદ્યાલયમાં અભ્યાસ કરીને વર્ષો પછી પણ મેળવેલા શાળાના સંસ્કારને ભાવેણાના પૂર્વ વિદ્યાર્થીઓ ભૂલ્યા નથી. 4-5 વિદ્યાર્થીઓએ કોઈ વ્યક્તિ નામ નહીં પણ પોતાની શાળાના નામથી 300 કરિયાણાની કીટનું વિતરણ કર્યું હતું.
કોરોના જેવી મહામારી દરેક સંસ્થાઓ અને વેપારી જગત તેમજ ઉદ્યોગકારો સેવા માટે આગળ આવ્યા હશે, પણ શાળામાં અને બાલમંદિરમાં મળેલા સંસ્કાર ધરાવતા પૂર્વ વિદ્યાર્થીઓ પણ ગરીબોને દાન માટે મેદાનમાં આવ્યા છે. હા ભાવનગર સંસ્કારી નગરી છે. અને આ નગરીમાં સૌ કોઈ જન્મ લેનાર વ્યક્તિના વારસામાં સંસ્કાર જરૂર હોય છે. તેનું કારણ ભાવેણાણી ભૂમિની અસરનું છે. વાત કરીએ તો ભાવનાગરના ગીજુભાઈ દક્ષિણામૂર્તિ કુમાર મંદિરના પૂર્વ વિદ્યાર્થીઓ આજે કમાઈને પોતાનું જીવન ગુજારી રહ્યાં છે. પણ પોતાને મળેલા બાલમંદિર અને શાળાના સંસ્કાર નથી ભૂલ્યા એ મહામારીમાં સેવા સાબિત કરે છે.
ભાવનગરના ગીજુભાઈ કુમાર મંદિરમાં નાનપણમાં શીખેલા જ્ઞાન અને સંસ્કાર સાથે શાળામાં પણ તેમને સંસ્કાર પ્રાપ્ત કર્યા છે. તેનું ઉદાહરણ પૂર્વ વિદ્યાર્થીઓએ આપ્યું છે. અભ્યાસ કરીને નીકળી ગયેલા કેટલાક મિત્રોએ આજે એકઠા થઈને મહામારીમાં તેમની ભૂમિકા શું તે સાબિત કરવા માટે સ્વયંભુ 300 જેટલી કરીયાણાની કીટો તૈયાર કરી અને વિતરણ કર્યું હતું. શાળામાં મળેલા સેવા કરવાના સંસ્કારને પગલે તેમને વિતરણ વ્યવસ્થા પહેલા પોતાની શાળાનું નામ આગળ ધર્યું છે. કોઈ પણ વ્યક્તિએ પોતાનું નામ નહી પણ પોતાની શાળાના નામ દ્વારા કીટ વિતરણ કરી હતી. સાબિત કર્યું હતું કે, અમે એ શાળાના વિદ્યાર્થીઓ છીએ કે જ્યાં અમને માનવતા અને સેવા પણ જ્ઞાન સાથે આપવામાં આવ્યા છે. માત્ર ગરીબો તેવું નહી પણ પોતાની શાળાના પણ ચોથા વર્ગના કર્મચારીઓને તેમને કીટનું વિતરણ કર્યું હતું. પોતાની ઉદારતા અને સેવાને ઉજાગર કરી હતી.