ગુજરાત

gujarat

ETV Bharat / city

સંગીતની રમઝટ સાથે CM અને શિક્ષણ પ્રધાને એક જ કાર્યક્રમમાં કર્યું શક્તિ પ્રદર્શન - Congress Leader Ambarish Der

રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ભાવનગરને 297 કરોડ રૂપિયા ફાળવતા તેમનો અભિવાદન સમારોહ યોજાયો હતો. આ સાથે જ મુખ્યપ્રધાને શક્તિ પ્રદર્શન કર્યું હતું. બીજી તરફ આ કાર્યક્રમમાં કોંગી ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા. CM Bhupendra Patel, Greeting ceremony.

સંગીતની રમઝટ સાથે CM અને શિક્ષણ પ્રધાને એક જ કાર્યક્રમમાં કર્યું શક્તિ પ્રદર્શન
સંગીતની રમઝટ સાથે CM અને શિક્ષણ પ્રધાને એક જ કાર્યક્રમમાં કર્યું શક્તિ પ્રદર્શન

By

Published : Sep 7, 2022, 9:05 AM IST

ભાવનગરશહેરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો (CM Bhupendra Patel) અભિવાદન સમારોહ યોજાયો (Greeting ceremony) હતો. મુખ્યપ્રધાને શહેરને 297 કરોડ રૂપિયાની ફાળવણી કરતા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સાથે જ આ કાર્યક્રમ થકી મુખ્યપ્રધાનનું શક્તિ પ્રદર્શન પણ જોવા મળ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન 2 કલાક સુધી રોકાયા હતા. સાથે જ અહીં કૉંગ્રેસના ધારાસભ્ય અમરિશ ડેર પણ ઉપસ્થિત રહ્યા હતા.

પૂર્વ પ્રધાન બન્યાં ચર્ચાનો વિષય

પૂર્વ પ્રધાન બન્યાં ચર્ચાનો વિષય બીજી તરફ મુખ્યપ્રધાનના (CM Bhupendra Patel) સ્ટેજથી દૂર ખૂણાની ખૂરશીમાં બેઠેલાં પૂર્વ પ્રધાન વિભાવરીબેન દવે પણ ચર્ચાનો વિષય (vibhavari dave) બન્યા હતા. અહીં મુખ્યપ્રધાનના અભિવાદનની સાથે સાથે કિર્તીદાન ગઢવીને (kirtidan gadhvi) એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગાયક કિર્તીદાન ગઢવી યુટ્યૂબ ફેવરિટ કમાને પણ અહીં લઈ આવ્યા હતા.

મુખ્યપ્રધાનનું અભિવાદન સાથે શિક્ષણપ્રધાનનું શક્તિ પ્રદર્શન

ભાવનગરમાં શિક્ષણપ્રધાનનું શક્તિ પ્રદર્શન માનો કે, કલાકારોને એક મંચ પર રાખી આગામી ચૂંટણીનું રણશિંગું ફૂંકી કઢાયું હોય. મુખ્યપ્રધાનના અભિવાદન સમારોહમાં એક પણ મંચના વ્યક્તિઓને તારવવામાં આવ્યા (jitu vaghani education minister) નહતા. તો અહીં સાધુ સંતો, વેપારીઓ, નેતાઓ અને કલાકારોએ પણ મુખ્યપ્રધાનનું સ્વાગત કર્યું હતું.

મુખ્યપ્રધાનનું અભિવાદન સાથે શિક્ષણપ્રધાનનું શક્તિ પ્રદર્શનભાવનગર માર્કેટિંગ યાર્ડ (Bhavnagar Marketing Yard) સામે શિક્ષણપ્રધાન જિતુ વાઘાણી પ્રેરિત જન્મોત્સવ સમિતિ દ્વારા મુખ્યમંત્રી સન્માન સમારોહ (CM Bhupendra Patel) યોજવામાં આવ્યો હતો. અહીં 4 પ્રધાનોની ઉપસ્થિતિમાં શહેરને 297 કરોડ રૂપિયા ફાળવવા બદલ મુખ્યપ્રધાનનું સન્માન કરવામાં આવ્યું હતું.

ભાવનગરમાં શિક્ષણપ્રધાનનું શક્તિ પ્રદર્શન

લોકડાયરાનું આયોજન મુખ્યપ્રધાનનો આ સન્માન સમારોહ 'ધન્ય છે કિર્તીદાન' કાર્યક્રમ હેઠળ સંયુક્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જ્યારે આ કાર્યક્રમનો પ્રારંભ મુખ્યપ્રધાનના આગમન સમયે કરાયો હતો. અહીંથી મુખ્યપ્રધાન રવાના થયા ત્યારબાદ લોકડાયરાનું આયોજન હોવાથી મોટી સંખ્યામાં કલાકારોએ કળા પિરસી હતી.

કિર્તીદાનને એવોર્ડ અને પૂર્વ શિક્ષણપ્રધાનની ટ્રેજેડી

કૉંગ્રેસ ધારાસભ્યનું આગમન અને મુખ્યપ્રધાનના શબ્દમુખ્યપ્રધાન અભિવાદન સમારોહમાં અમરેલીના કૉંગ્રેસ ધારાસભ્ય અંબરીશ ડેર (Congress Leader Ambarish Der) પણ ઉપસ્થિત રહ્યા હતા. મંચ પર મુખ્યપ્રધાન સહિત પ્રધાનો અને નેતાઓને મળતા તર્કવિતર્ક શરૂ થઈ હતી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કિર્તીદાનના દીકરીઓ માટે 100 કરોડ એકઠા કરવાના સંકલ્પને બિરદાવીને નરેન્દ્રભાઈના આજથી 2 દાયકા પહેલાના ગુજરાતના સંકલ્પને મોટા સંકલ્પ ગણાવ્યા હતા. અમે પણ આજે એ જ સંકલ્પ કરીશું કે, વધુમાં વધુને સારું કામ કરીશું. ગુજરાતની સંસ્કૃતિ અને વિરાસત સાચવવામાં આવતી રહી તેમ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.

કિર્તીદાનને એવોર્ડ અને પૂર્વ શિક્ષણપ્રધાનની ટ્રેજેડી"ધન્ય છે કીર્તિદાનને" કાર્યક્રમમાં ગુજરાત ગૌરવ એવોર્ડ અપાઈ ગયા બાદ પુનરાવર્તન મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ સાથે યુટ્યુબ ફેવરિટ "કમો" પણ હાજર રહ્યો હતો અને કીર્તિદાનના શબ્દે નાચ્યો હતો. પૂર્વ શિક્ષણમંત્રી અને ધારાસભ્ય વિભાવરી બેન આગમન સમયે તેઓ સ્ટેક તરફ કેટલીક ખુરસીઓમાં સ્થાનિક નેતાઓ સાથે બેઠી રહ્યા હતા બાદમાં મુખ્યમંત્રીના સ્ટેજ પર કેટલીક મિનિટ બાદ સ્થાન આપવામાં આવ્યું હતું. આ ક્ષણે પણ અનેક તર્કવિતર્ક સર્જાયા હતા.

ABOUT THE AUTHOR

...view details