- સરકારી શિક્ષકનની સમાજસેવાની ભાવના : 108મી વખત કર્યું રક્તદાન
- રસિકભાઈ વાઘેલા એક શિક્ષક સાથે કલાકાર અને સેવાભાવી
- સર ટી હોસ્પિટલની બ્લડ બેન્કે સન્માન કર્યું
ભાવનગરના સરકારી શિક્ષકે કર્યું 108મી વખત રક્તદાન : શિક્ષક,કલાકાર અને સમાજસેવી છે રસિકભાઈ - Blood Donation
ભાવનગરના સરકારી શિક્ષક ગુરુ બનીને જ્ઞાન માત્ર નથી પીરસતાં તેઓ એક કલાકાર પણ છે શિક્ષક પણ છે અને સમાજસેવક પણ છે. રસિકભાઈ વાઘેલાએ 108મી વખત રક્તદાન કરતાં સર ટી હોસ્પિટલની બ્લડ બેન્ક દ્વારા સન્માન કરીને આશીર્વાદ આપ્યાં કે તેઓ આવી રીતે રક્તદાન કરી અન્ય જીવ બચાવવામાં આગળ રહે.

ભાવનગરઃ ભાવનગરના એક એવા શિક્ષક જેની પાસે કળા છે સેવાભાવની ભાવના છે અને ગુરુ તરીકેની આવડત પણ તેમનામાં સમાયેલી છે હા વાત છે સરકારી શિક્ષક રસિકભાઈ વાઘેલાની જેમને રક્તદાન બાદ સર ટી હોસ્પિટલની બ્લડ બેંકે સન્માન કરવું પડ્યું છે રસિકભાઈ વાઘેલા જ્ઞાતિએ દરજી છે પણ સરકારી શિક્ષક છે. વર્ષોથી જિલ્લા પંચાયતની ફરિયાદકા શાળામાં શિક્ષક તરીકે એટલે ગુરુ બની જ્ઞાન પીરસી રહ્યાં છે, પણ માત્ર તેઓ શિક્ષક નથી એક સારા કલાકાર પણ છે અને એક સૌથી મોટા રક્તદાતા પણ છે. સૌથી મોટા રક્તદાતા કહેવા પાછળ અમારો ઉદ્દેશ્ય નીચે જણાવીએ છીએ.
- રસિકભાઈનો જન્મ 2 ઓક્ટોબર એટલે સેવાભાવી પણ છે
રસિકભાઈ એક શિક્ષક છે. તેઓ શિક્ષક સાથે એક રક્તદાતા પણ છે. ભાવનગરમાં યોજાયેલા નેશનલ પેઇન્ટિંગ સ્પર્ધામાં તેમને આજે 108મી વખત રક્તદાન કર્યું છે. 108 એટલે સમજી શકાય કે એક સેન્ચ્યુરી મારી 108નું મહત્વ પણ સમજી શકાય છે. ભગવાનની ભક્તિ કરવા માળાના મળકા પણ 108 હોય છે. બસ એટલે અમે તેમને સૌથી મોટા રક્તદાતા કહ્યાં છે. રસિકભાઈનો જન્મ ગાંધી જયંતિએ થયેલો છે એટલે સહજ રાષ્ટ્રપિતા આપણા 2 ઓક્ટોમ્બરે જન્મેલાં છે આથી કહી શકાય કે આ તારીખની અસર છે કે ક્યાંક રસિકભાઈ પણ સમાજસેવક છે. આ કુદરતની કળા છે કે વ્યક્તિમાં એક ભાવના કેમ આવે. સર ટી હોસ્પિટલની બ્લડ બેંકે તેમના રક્તદાનને લઈને આશીર્વાદ આપ્યા છે કે તેઓ અન્યની જિંદગી બચાવવા આવી રીતે રક્તદાન કરતાં રહે.