- મેયરની ઉપસ્થિતિમાં નારી ગૌરવ દિવસની ઉજવણી કરાઇ
- ઉજવણીમાં તંત્રએ કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડાડયા
- અટલબિહારી વાજપાઈ ઓપન થેટરમાં મહિલાઓને એકઠી કરી
ભાવનગર :શહેરમાં કોરોનામાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સહિતના મુદ્દે તંત્રએ લોકો પાસેથી દંડના રૂપે જેલ બતાવીને પૈસા દંડ સ્વરૂપે લેવામાં બાકી રાખ્યા નથી. લોકોને એકઠા કરીને કાર્યક્રમ કરનારા સામે ફરિયાદ કરી પગલા ભરનારી સરકારનું તંત્ર જ લોકોને એકઠા કરવામાં અને કોરોનાના નિયમના ધજાગરા ઉડાડવામાં લાગી ગયું છે.
નારી ગૌરવ દિવસે કાર્યક્રમ યોજીને મોટી સંખ્યામાં મહિલાઓને એકઠી કરી
ભાવનગરના આંગણે સરકાર પોતાના પાંચ વર્ષની કામગીરીનો હિસાબ આપવા માટે કાર્યક્રમો કરી રહી છે. ત્યારે નારી ગૌરવ દિવસ નિમિત્તે સ્થાનિક તંત્ર દ્વારા અલગ-અલગ કાર્યોના એક કાર્યક્રમ યોજીને મોટી સંખ્યામાં મહિલાઓને એકઠી કરી હતી. ભાવનગર મોતીબાગમાં આવેલા અટલ બિહારી વાજપાઈ ઓપન થિયેટરમાં સખી મંડળ સહિતની બહેનોને બોલાવીને સ્થાનિક તંત્રના કલેકટર, DDO, મનપાના કમિશ્નર અને મેયર સહિત ઉપસ્થિત રહ્યા હતા.
તંત્ર હજારોની સંખ્યામાં લોકોને એકત્રિત કરીને સોશિયલ ડિસ્ટન્સના ધજગરા ઉડાડી રહ્યું