ગુજરાત

gujarat

ETV Bharat / city

લઠ્ઠાકાંડનો પ્રથમ કેસના વ્યક્તિએ શું કહ્યું ડોક્ટરને? : લઠ્ઠાકાંડ મુદ્દે રોજીદના સરપંચની જૂબાની - Chemically Mixed Alcohol

ગુજરાત સરકાર સામે સવાલો ઉભા કરતી અને કાયદા વ્યવસ્થાના ધજાગરા ઉડાડતી લઠ્ઠાકાંડની ઘટનામાં(Botad Latthakand Incident) ETV BHARATએ લઠ્ઠાકાંડની શરૂઆત થયેલા રોજીદ ગામના સરપંચ (Rojid Village Sarpanch) જીગર ડુંગરાણી સાથે વાતચીત કરી હતી. પ્રથમ કેસ અને બાદની ઘટનામાં આવેલા અધધ કેસ સહિત અંત સુધી સરપંચનું શું કહેવું છે? જાણો.

લઠ્ઠાકાંડનો પ્રથમ કેસના વ્યક્તિએ શું કહ્યું ડોક્ટરને? : લઠ્ઠાકાંડ મુદ્દે રોજીદના સરપંચની જૂબાની
લઠ્ઠાકાંડનો પ્રથમ કેસના વ્યક્તિએ શું કહ્યું ડોક્ટરને? : લઠ્ઠાકાંડ મુદ્દે રોજીદના સરપંચની જૂબાની

By

Published : Jul 28, 2022, 8:05 PM IST

ભાવનગર:બોટાદના રોજીદ ગામથી લઠ્ઠાકાંડની(Botad Latthakand Incident) થયેલી શરૂઆતમાં અનેક ગામો સપડાયા હતા. પરંતુ પ્રથમ શરૂઆત અને અંત સુધીમાં મહત્વની ભૂમિકા ભજવનાર અને જાગૃતિ લાવનાર યુવાન સરપંચના મુખે લઠ્ઠાકાંડની શરૂઆત(Beginning of the Lattakand) સાપથી થઈ અને પુરી સહાયથી થાય છે. ETV BHARATની સરપંચ જીગર ડુંગરાણી(Rojid Sarpanch Statements ) સાથે ખાસ વાતચીતમાં શું છે લઠ્ઠાકાંડનું સત્ય(Truth behind Latthakand Incident) તે જાણીએ આ અહેવાલમાં.

સરપંચ જીગર ડુંગરાણી સાથે ખાસ વાતચીત અને લઠ્ઠાકાંડનું સત્ય.

આ પણ વાંચો:લઠ્ઠાકાંડ બાદ પણ પોલીસ 'જૈસે થે'ની સ્થિતિમાં, ક્યાંક તપાસ તો ક્યાંય હપ્તાખોરી

સવાલ -ક્યાથી ખબર પડી કે આ દારૂ છે અને કેમિકલ વાળો દારૂ છે?

જવાબ - આ ઘટનાના જે દિવસે પ્રારંભ થયો ત્યારે બોટાદથી એક ફોન આવ્યો કે તમારા ગામના એક વ્યક્તિને દાખલ કર્યા છે. તે એમ કહે છે કે સાપ કરડ્યો છે પણ સાપ કરડ્યો નથી. ઝેરી દારૂ પીવાથી થતું છે. તંત્રને અમે જાણ કરી કે, આવું બન્યું છે પછી અમારા ગામમાં બધાને જાણ કરીને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા અને કોણ બહાર છે તેને શોધવા લાગ્યા હતા.

સવાલ - તમારા રોજીદ ગામથી શરૂઆત થઈ છે પણ આસપાસના ગામડાઓ હતા ત્યારે ગામવોસીઓને જાણ કરી હતી ?

જવાબ -મારી પાસે આ ન્યૂઝ આવ્યા એટલે મારી બાજુના રાણપરી, વૈયા સહિત આસપાસના ગામમાં સરપંચ, નાગરિક હોય તેમને જાણ કરી. તમારે કોઈ હોઈ તો જાણ કરજો પણ ઘણા લોકોને એમ થયું આ શું હશે આથી એક દિવસ મોડુ થયું અને હોસ્પિટલ પહોંચવા લાગ્યા તેમાં આ આંકડો મોટો આવ્યો.

સવાલ -ચોકડી ગામનું નામ બોલાય છે ? તંત્રએ કામગીરી કરી છે ? દારૂ પીને પકડાય તો લાખ રૂપિયા જેવો દંડની જોગવાઈ છે. કાયદો કડક છે પરંતુ કાગળ પર છે. જે કડક થવો જોઈએ?

જવાબ - દારૂ મળે તો દંડ લેવો પડે અને જો દારૂ મળતો જ ન હોય તો દંડની ક્યાં જરૂરિયાત છે. તમે જુઓ નાના નાના બાળકો છે. તેના પિતાના મૃત્યુ થયા છે. અત્યાર સુધીમાં કેટલાનો દંડ લીધો જાણવું છે મારે. મારા ખ્યાલ મુજબ દારૂ મળવો ન જોઈએ.

આ પણ વાંચો:બોટાદ લઠ્ઠાકાંડ બાદ પણ સંસ્કારી નગરીમાં દેશી દારૂની સ્થિતિ યથાવત્

સવાલ -ભાજપે, કોંગ્રેસ પોતાની વાત મૂકીને રાજકીય નેતાઓ મેળાવડાઓ વધી ગયા છે તો રાજકીય મુદ્દો ડાયવર્ટ કરવો જોઈએ કે સરકારે તેનું કામ કરવું જોઈએ?

જવાબ - સરકારે તેનું કામ કરવું જોઈએ આપણે ગુજરાતમાં ત્રણ પક્ષ સક્રિય છે પણ આપણે એ વિચારવું જોઈએ એ દારૂ ક્યાંથી આવ્યો કોણ બનાવે છે. જાણ કરો પ્રોસેસ કરશો તો જાણવા મળશે ન્યૂઝમાં આવીને કશું નહીં થાય. દેશી દારૂના અનુસંધાને જ પીધો હતો પછી ભલે તે કેમિકલ વાળો(Chemically Mixed Alcohol) હોય કે ઝેરી દારૂ હોય.

સવાલ - યુવાનો ભોગ બન્યો છે ? કેવા પ્રકારના વર્ગના યુવાનો મોત થયા ?

જવાબ - અમારા ગામમાં મૃત્યુ થયા બધા ખેતમજૂરી કરતા હતા. જે રોજનું રળીને પેટ ભરતા હતા. એક બે નહિ પણ બધો મજૂર વર્ગ હતો. બધાના ઘરમાં નાના બાળકો છે. 43નો આંકડો આવ્યો મોતનો હતો હવે રોજીદમાં 10 લોકો હતા તેમના ઘરમાં નાના બાળકો છે તેને સરકારે સહાય આપવી પડશે અને દારૂ વહેચે છે તેની સામે પણ એક્શન લેવી પડશે.

ABOUT THE AUTHOR

...view details