ગુજરાત

gujarat

ETV Bharat / city

પૂર્વ પ્રદેશ ભાજપ પ્રમુખ સહિત ભાજપનું સંગઠન રસ્તા પર કેમ? જુઓ - Former state president Jitubhai vaghani visited poor people in Bhavnagar

ભાવનગરમાં એક કાર્યક્રમ પૂર્ણ કરીને કારમાં જવાવાળા નેતાઓ ચાલીને કેમ નીકળ્યા તમને પણ પ્રશ્ન થતો હશે. તમે પણ તમારી દ્રષ્ટિએ આંકલન કરી શકો છે અને ઘણાએ આંકલન કર્યું પણ હશે, જેણે નથી જોયું તે જુઓ શું બન્યો બનાવ. પૂર્વ પ્રદેશ પ્રમુખ અને ભાજપના શહેર પ્રમુખની ટીમ શહેરના માર્ગ પર લટાર મારવા નીકળી હતી. મોતીબાગ ટાઉનહોલમાં ઈ કોમ્પ્યુટરરાઈઝ ડ્રોના કાર્યક્રમ બાદ ભાજપની ટીમ અચાનક ચાલીને બહાર આવી અને ક્યાં ક્યાં નજર કરી જાણો સંપૂર્ણ વિગત...

પૂર્વ પ્રદેશ પ્રમુખ સહિત ભાજપનું સંગઠન રસ્તા પર કેમ ? જુઓ
પૂર્વ પ્રદેશ પ્રમુખ સહિત ભાજપનું સંગઠન રસ્તા પર કેમ ? જુઓ

By

Published : Nov 26, 2020, 6:47 PM IST

  • પૂર્વ પ્રદેશ પ્રમુખની શહેરના વિસ્તારમાં લટાર
  • પૂર્વ પ્રદેશ પ્રમુખ વાઘાણીએ ગરીબ લોકો સાથે કરી મુલાકાત
  • ચૂંટણી ટાણું છે અને પ્રજા યાદ ના આવે એવું કેમ બને
    પૂર્વ પ્રદેશ પ્રમુખ સહિત ભાજપનું સંગઠન રસ્તા પર કેમ ? જુઓ

ભાવનગર: શહેરના મોતીબાગ ટાઉનહોલમાં કાર્યક્રમ પતાવીને ભાજપના નેતાઓ અને આગેવાનો કારમાં બેસીને જવાની બદલે અચાનક એવું કર્યું કે સૌ કોઈ અચંબિત થઇ ગયા હતા. શહેરના મોતીબાગ ટાઉનહોલમાં કાર્યક્રમ પૂર્ણ કરીને પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી રસ્તા પર ચાલવા લાગ્યા હતા, જે બાદ જિલ્લા પંચાયત તરફ અહેર માર્ગ પર ઉભેલી લારીઓ અને નાના ગરીબ માણસોની મુલાકાત લીધી હતી. જીતુભાઈ પગપાળા ચાલતા ભાજપ પ્રમુખ સહીત મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દરેક ચાલીને જીતુભાઈ સાથે બહાર આવ્યા હતા. જિલ્લા પંચાયતની દીવાલે નાના વ્યવસાય કરતા ગરીબોની જીતુભાઇએ મુલાકાત લીધી હતી.

પૂર્વ પ્રદેશ પ્રમુખ સહિત ભાજપનું સંગઠન રસ્તા પર કેમ ? જુઓ

પૂર્વ પ્રદેશ પ્રમુખે શું જોયું અને ખરીદ્યું?

ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખે કાર્યક્રમ બાદ સામાન્ય વ્યક્તિની જેમ લટાર મારતા જિલ્લા પંચાયતની દીવાલે ઉભેલા નાના ગરીબ લોકોના રોજગારીને નિહાળી હતી, જેમાં પીતળની ચીઝો અને એન્ટીક ચીઝો વેહેચતા એક લારીવાળા પાસે ઉભા રહીને જુનું ટેપ એટલે કે ચાવી આપીને જુના જમાનામાં થયેલી પહેલી શોધનું ટેપ ખરીદ્યુ હતું. સાથે જીતુભાઈ પુસ્તક વહેચતા વ્યક્તિ સાથે પણ ગપશપ કરી અને ભાવનગરના પ્રખ્યાત કહેવાતા જિલ્લા પંચાયતના ચા વાળા બાપાલાલની દુકાને ઉભા રહીને ચા પણ પીધી હતી, બાપાલાલની ચા એટલે પત્રકારોનો ઓટલો કે જ્યાં નાના મોટા સૌ કોઈ પત્રકાર અને રાજકારણીઓ તમને અચૂક મળી રહે છે. બસ અહિયા ચા પીને પ્રદેશ પ્રમુખ રહેલા જીતુભાઈ પોતાની કારમાં બેસીને જતા રહ્યા અને અન્ય નેતાઓ પણ ચાલ્યા ગયા હતા.

પૂર્વ પ્રદેશ પ્રમુખ સહિત ભાજપનું સંગઠન રસ્તા પર કેમ ? જુઓ

પૂર્વ પ્રદેશ પ્રમુખની લટારની લોકોમાં શું થઈ ચર્ચા?

આમ તો પૂર્વ પ્રદેશ પ્રમુખ કે સંગઠનનો વ્યક્તિને ચાલીને ગરીબ માણસોની ખબર અંતર પૂછાતો હોઈ તેવો બનાવ ચૂંટણી ટાણે જોવા મળે છે, પણ અહિયા ચૂંટણીને ઘણો સમય બાકી છે, ત્યારે સુરક્ષાનું પદ મજબૂત કરવાનો પ્રયાસ હોઈ તેવી ચર્ચા લોકોમાં થઇ રહી હતી. નેતાઓ હંમેશા ચૂંટણી આવે અને બહાર જાહેરમાં દેખાય એટલે લોકોના મનમાં એક જ પ્રશ્ન ઉઠે કે જો સાહેબ આવી ગયા છે અને હજુ તે પાર્ટીમાં છે તે સાબિત કરે છે. જો કે આ ઘટનાને દરેક લોકોએ પોતાની રીતે આંકલન કરી છે અને અમે પણ ક્યાક લોકોમાં સંભળાતા શબ્દોને તમારી સમક્ષ મુકવાનો પ્રયત્ન કર્યો છે.

પૂર્વ પ્રદેશ પ્રમુખ સહિત ભાજપનું સંગઠન રસ્તા પર કેમ ? જુઓ

ABOUT THE AUTHOR

...view details