- ભાવનગરમાં ઉત્તરાયણની ઉજવણી
- મહાનગરપાલિકાના પૂર્વ વિરોધ પક્ષના નેતાએ પતંગ ચગાવી કરી ઉજવણી
- ભાજપની સત્તાની પતંગ કાપવાની આશા વ્યક્ત કરી
ભાવનગરઃ શહેરમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે લોકોએ ધાબા પર પતંગ ચગાવી ઉત્તરાયણની ઉજવણી કરી હતી. શહેરમાં ઉત્તરાયણ નિમિતે ખરીદી મોટા પાયે થયેલી જોવા મળી હતી, ત્યારે ઉત્તરાયણ પર્વમાં લોકો સવારથી ધાબા પર ચડી અને પતંગ ચગાવતા જોવા મળ્યા હતા. મહાનગરપાલિકાના પૂર્વ વિરોધ પક્ષના નેતાએ ETV BHARAT સાથે વાતચિત કરી હતી.
ભાવનગરમાં ઉત્તરાયણની ઉજવણી કોંગ્રેસને ગત ટર્મમાં 18 બેઠકો મળી હતી કોંગ્રેસને ગત ટર્મમાં 18 બેઠકો મળી હતી અને તે પહેલા 10 એટલે ગત ટર્મમાં જોરદાર પ્રદર્શનથી 18 બેઠક મેળવી હતી, ત્યારે ઉત્તરાયણ પર્વ નિમિત્તે પૂર્વ વિરોધ પક્ષના નેતા જયદીપસિંહે પતંગ ઉડાડીને આશા વ્યક્ત કરી હતી કે આગામી ચૂંટણીમાં ભાજપનો પતંગ કાપીને કોંગ્રેસ સત્તામાં આવશે. તેના પાછળના કારણો તેમને વ્યક્ત કર્યા છે.
ભાવનગર મહાનગરપાલિકાના પૂર્વ વિરોધપક્ષના નેતાએ પતંગ ચગાવી ઉત્તરાયણની કરી ઉજવણી