ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યમાં પ્રથમવાર દિકરીના વધામણાંનો કાર્યક્રમ યોજાયો - દિકરી બચાઓ નાટક

ભાવનગર: જિલ્લા પંચાયત દ્વારા રાજ્યમાં સૌપ્રથમવાર કહી શકાય એવા 'દીકરીના વધામણા' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગામડામાં જન્મેલી દિકરીના ઢોલ, નગારા સાથે વધામણા કરવા પ્રધાન વિભાવરીબેન દવે, DDO અને આગેવાનો તેમના ઘરે પહોંચ્યા હતા. જ્યાં પેંડાથી મો મીઠું કરાવી ગ્રામપંચાયતના નાણાપંચની યોજના હેઠળ દીકરીઓને 1,000 રૂપિયાનો ચેક આપી વધામણા કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામલોકો પણ જોડાયા હતા .

રાજ્યમાં પ્રથમવાર દિકરીના વધામણાનો કાર્યક્રમ યોજાયો

By

Published : Nov 11, 2019, 6:07 PM IST

ભાવનગર જિલ્લા પંચાયત દ્વારા રાજ્યમાં સૌપ્રથમ કહી શકાય તેવા 'દીકરીના વધામણા' કાર્યક્રમનો પ્રારંભ માલણકા ગામે શરૂ કર્યો છે. રાજ્ય શિક્ષણપ્રધાન વિભાવરીબેન દવે, જિલ્લા વિકાસ અધિકારી અને ગામના આગેવાનોની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમનો પ્રારંભ 'દીકરી બચાઓ' નાટક દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં કલાકારો દ્વારા દિકરી બચાઓ નાટક રજૂ કરી લોકોમાં 'બેટી બચાઓ-બેટી પઢાઓ' જેવી સરકારની યોજના અંગે લોકોમાં લોકજાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

રાજ્યમાં પ્રથમવાર દિકરીના વધામણાનો કાર્યક્રમ યોજાયો

કાર્યક્રમ અંતર્ગત પ્રધાન, DDO અને ગામના આગેવાનો ઢોલ-નગારા સાથે માલણકા ગામમાં દિકરીના વધામણા કરવા વિવિધ ઘરોમાં પહોચ્યા હતા. ચાર-છ મહિના કે તાજેતરમાં જન્મેલી દિકરીના ઘરે જઈ પરિજનો અને પાડોશીના પેંડા વડે મોં મીઠા કરાવી તેમજ ગ્રામપંચાયતના નાણાપંચની યોજના હેઠળ દીકરીઓને 1,000 રૂપિયાનો ચેક આપી તેમના વધામણાં કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ યોજનાનો અમલ કરવામાં ભાવનગર રાજ્યનો પ્રથમ જિલ્લો છે.

દિકરીના વધામણાના આ વિશિષ્ટ કાર્યક્રમનો પ્રારંભ આજે માલણકા ગામેથી થયો હતો. જે જિલ્લાના વિવિધ ગામોમાં પણ યોજાશે. જયારે આવા કાર્યક્રમોનું આયોજન રાજ્યભરમાં કરવામાં આવે તો ભ્રૂણહત્યા પર ઘણી બધી રોક લાગી શકે છે.

ABOUT THE AUTHOR

...view details