ગુજરાત

gujarat

ETV Bharat / city

નામ કમાવવા માટે કોઈ ફુલ ખીલતું નથી, મહેક વગરના ફૂલોઓએ રસ્તા પર સુંદરતા વેરી - fake flowers for decoration

ભાવનગર શહેરમાં દિવાળી આવી હોવાનો અહેસાસ ખોટા ફૂલો (Flower market in Bhavnagar) કરાવી રહ્યા છે. મહેક વગરની સુંદરતા ધરાવતા ફૂલો સૌ કોઈને આકર્ષિત કરી રહ્યા છે. ત્યારે આ ખોટા ફૂલો ક્યાંથી આવે છે અને બજાર ભાવ હાલમાં શુ છે જાણો. (Bhavnagar Diwali festival)

નામ કમાવવા માટે કોઈ ફુલ ખીલતું નથી, મહેક વગરના ફૂલોઓએ રસ્તા પર સુંદરતા વેરી
નામ કમાવવા માટે કોઈ ફુલ ખીલતું નથી, મહેક વગરના ફૂલોઓએ રસ્તા પર સુંદરતા વેરી

By

Published : Oct 10, 2022, 9:54 AM IST

ભાવનગર દિવાળી નજીક આવતા ખોટા ફૂલોની મહેક લોકોને બજારમાં નજરોથી (Flower market in Bhavnagar) આવવા લાગે છે. હા ભાવનગરમાં પ્રવેશતાની સાથે રસ્તા પર ફૂલોની ફૂલવાડી લોકોને આકર્ષિત (Diwali Flowers home decoration) કરી રહી છે. બજારમાં જતી બહેનોના મન મોહી લેતી ફૂલવાડી ભાવ પૂછવા પગને થોભાવી રહી છે, ત્યારે ભાવનગરમાં મહેક વગરના ફૂલો દિવાળીના સમયે આવ્યો છે. સ્ત્રીઓના ઘરને સુશોભિત કરતા ફૂલો કેવી રીતે બને છે અને દિવાળીમાં ભાવ શું ? જાણો (Flower garden in Bhavnagar)

ભાવનગરમાં મહેક વગરના ફૂલોઓએ રસ્તા પર સુંદરતા વેરી

રસ્તા પર ફૂલવાડી ખોટા ફૂલોનીભાવનગર શહેરના રાજકોટ હાઇવે હોય કે શહેરની મુખ્ય બજારનો ઘોઘાગેટ ચોક કે જ્યાં ખોટા રંગબેરંગી ફૂલો સૌ કોઈનું મન મોહી રહ્યા છે. કુંડામાં ફૂલો તો છુટ્ટા ફૂલોની બોલબાલા જોવા મળી રહી છે. ફૂલ વેહચતા ઉત્તરપ્રદેશના મૂળ વારાણસીના રહેવાસી રમાકાંતે જણાવ્યું હતું કે ફૂલો લુઝ અવસ્થામાં દિલ્હીથી લાવવામાં આવે છે. છુટ્ટા છુટ્ટા ફૂલી અને તેની ડાળખીઓ પ્લાસ્ટિકની લાવીને તેને અમે અમારી રીતે બનાવીને આકાર આપીએ છીએ. ફુલોના બે ગુચ્છાની જોડીની કિંમત 100 રૂપિયા છે, પછી જેવી જોડી તેવો ભાવ હોય છે. (Bhavnagar Diwali festival)

ફૂલોની ફૂલવાડી લોકોને આકર્ષિત કર્યા

ગુલદસ્તા આકારમાંભાવનગરમાં રસ્તાઓ પર વેચાતા કુંડા સાથેના ફૂલો મહેક તો નથી આપતા પણ સુંદરતા ઘરમાં જરૂર લાવે છે. સ્ત્રીઓ અને પુરુષો પણ ઘરની સુશોભનમાં શોભા આપતા ફૂલોથી આકર્ષાય (fake flowers for decoration) રહ્યા છે. ફૂલ વેચતા રમાકાંતે જણાવ્યું હતું કે દિલ્હીથી લાવેલા લુઝ માલ બાદ જાતે ગુલદસ્તો બનાવીને વેચીએ છીએ પણ આ વર્ષે દિવાળીની ખરીદી જોવા નથી મળતી. ગુલાબ અને ગલગોટા વધુ પ્રમાણમાં મંગાઈ રહ્યા છે. ફૂલો એટલા બધા છે કે નામ કહી શકીએ નહિ. 10 રૂપિયાથી લઈને ફૂલો 500 ઉપરની કિંમતના અમારી પાસે છે. (Flowers without fragrance)

રંગબેરંગી ફૂલો

ABOUT THE AUTHOR

...view details