ભાવનગર- ભાવનગર શહેરના રેલવેે સ્ટેશન વિસ્તારના સવાઈગરની શેરીમાં આજે બપોરે એક ફાયરિંગની ઘટના (Bhavnagar Crime News )બનવા પામી હતી. શહેરમાં સવાઈગરની શેરીમાં સામાન્ય બાબતે માતા-પુત્રી પર તેના જ પાડોશી ઇસમે 4 રાઉન્ડ ફાયરિંગ (Firing on Women in Bhavnagar )કર્યું હતું. માતા-પુત્રીને તાકીદે સારવાર માટે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં (Bhavnagar Sir T Hospital)ખસેડવામાં આવ્યા છે.
આવવાજવામાં મુશ્કેલીના મુદ્દે પાડોશીઓની તકરારમાં ફાયરિંગ તકરારનું કારણ-આ ઘટના પાછળના કારણમાં પડોશીઓ વચ્ચે અવરજવર માટે બાધારૂપ એવા બિલ્ડીંગ કન્ટ્રકશન મટીરીયલ બાબતે થયેલી બોલાચાલી હતી. પાડોશી ઇસમ ફાયરિંગની ઘટનાને અંજામ આપી નાસી છૂટ્યો હતો. જયારે પોલીસે (Bhavnagar Police)તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચોઃ Crime Case in Deesa : ડીસામાં ભરબજારે યુવકે કર્યું ફાઈરીંગ, પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો
ઘટનાની વિગત-ભાવનગર શહેરના રેલવેે સ્ટેશન વિસ્તારમાં સવાઈગરની શેરીમાં રહેતા પડોશીઓ કરીમ શેરઅલી રાશયાણી અને અનવર વાઢવાણીયાના પરિવાર વચ્ચે આજે બપોરે શેરીમાં બિલ્ડીંગ કન્ટ્રકશન માટેના જરૂરી મટીરીયલ જે શેરીમાં પડ્યું હોય અને જે આવવા-જવાના માર્ગમાં બાધારૂપ બનતું હોવાથી બોલાચાલી કરી હતી. બોલાચાલીએ ઉગ્ર રૂપ ધારણ કરી લેતા કરીમે પોતાની પાસે રહેલા હથિયાર વડે અનવરના પત્ની ફરીદાબેન અને તેની પુત્રી ફરિયાલબેન પર ચાર રાઉન્ડ ફાયરિંગ (Firing on Women in Bhavnagar )કર્યું હતું. માતા-પુત્રીને ઈજાઓ થતા તાકીદે બંનેને ભાવનગરની સર.ટી.હોસ્પિટલમાં (Bhavnagar Sir T Hospital)સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. જયારે કરીમ નાસી છૂટ્યો હતો.
આ પણ વાંચોઃ Visa Agent Firing in Kalol : અમેરિકા ગેરકાયદે લઈ જતાં એજન્ટે પરિવાર પર કર્યું ફાયરિંગ, એક એજન્ટની ધરપકડ
દોડી આવી પોલીસ - ફાયરિંગની ઘટનાને પગલે એસપી-એએસપી-એલસીબી અને એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.પોલીસે આ બનાવમાં વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં ખાસ તો ફાયરિંગ (Firing on Women in Bhavnagar ) બાદ ત્યાં પડેલા ખાલી કાર્ટીસની પોલીસે તપાસ કરી હતી. કયા હથિયાર વડે અને હથિયાર પરવાનાવાળું છે કે ગેરકાયદે રાખ્યું હતું તે અંગે પણ તપાસ હાથ ધરી છે. હાલમાં ફરાર થઇ ગયેલા કરીમની પોલીસે શોધખોળ હાથ ધરી છે.