ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાવનગરની હોટલ જનરેશન એક્સમાં ત્રીજા માળે આગની ઘટના

ભાવનગર શહેરના કાળુભા રોડ ઉપર આવેલી હોટલ જનરેશન એક્સમાં રૂમ નંબર-304 માં ટીવીના યુનિટમાં શોર્ટ સર્કિટથી લાગી હતી. આગ જેમાં હોટેલ જનરેશન એક્સ ફાયર સ્મોક ડિટેક્ટિવ અલારામ શરૂ હોવાથી નીચે સ્ટાફને જાણ થતાં આગને કાબૂમાં લેવા લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. જેમાં 108ની મદદથી અને મુસ્લિમ સમાજના આગેવાનોએ આવીને પેશન્ટો સારવાર લઇ રહ્યા હતા તેઓને હોટેલની બહાર કાઢવામાં આવ્યા હતા.

હોટલ જનરેશન એક્સમાં આવેલા ત્રીજા માળે આગની ઘટના
હોટલ જનરેશન એક્સમાં આવેલા ત્રીજા માળે આગની ઘટના

By

Published : May 12, 2021, 10:15 AM IST

Updated : May 12, 2021, 2:09 PM IST

  • હોટલ જનરેશન એક્સમાં આવેલા ત્રીજા માળે આગની ઘટના
  • હોટલ જનરેશન એક્સમાં કોરોનાના 60 દર્દીઓ લઈ રહ્યા હતા સારવાર
  • ઘટનાના પગલે તાત્કાલિક ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી દોડી આવ્યા હતા

ભાવનગર: શહેરના કાળુભા રોડ પર આવેલી હોટલમાં અચાનક આગની ઘટના બની હતી. જેમાં 60થી વધુ પેશન્ટ સારવાર લઇ રહ્યા હતા. જેમાં ત્રીજે માળે 304માં ટીવી યુનિટમાં આગ લાગી હતી. તેઓને તાત્કાલિક બહાર કાઢી લેવામાં આવ્યા હતા. જેમાં કોઈને ઈજા થઈ ન હતી.

ઘટનાના પગલે તાત્કાલિક ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી દોડી આવ્યા હતા

આ પણ વાંચો: જેતપુરની હોટેલમાં ભીષણ આગ, સંપૂર્ણ હોટેલ બળીને ખાખ

દર્દીઓને ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે ખસેડાયા

ઘટનાસ્થળે 10 જેટલી 108 સ્થળ પર હતી. પોલીસ GEBના કર્મચારીઓ ફાયર બિગેડ ઘટના સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા. રાત્રે 12:24 કલાકે ફાયર બિગેડ ઉપર પહેલો કોલ આવ્યો હતો. ફાયર બીગ્રેડના સ્ટાફ દ્વારા તાત્કાલિક બહાર કાઢી દર્દીઓને ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: આંધ્રપ્રદેશના વિજયવાડામાં કોવિડ હોસ્પિટલમાં ભીષણ આગ, 10ના મોત

અમે તમારી સાથે છીએ: જીતુભાઈ વાઘાણી

ત્રીજે માળે અંદાજે 18 પેશન્ટ આબાદ બચાવ થયો હતો. મુસ્લિમ સમાજ નવાપરા અને સાંઢીયાવાડના મુસ્લિમ આગેવાનો આવીને મદદ કરી હતી અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી તાત્કાલિક ઘટના સ્થળે આવી જણાવ્યું હતું કે, દર્દીઓએ કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી, અમે તમારી સાથે છીએ.

Last Updated : May 12, 2021, 2:09 PM IST

ABOUT THE AUTHOR

...view details