ગુજરાત

gujarat

ETV Bharat / city

આગામી ચૂંટણીમાં શરૂઆત અહીંથી કરવી જોઈએ, ગોપાલ ઇટાલીયાનો મનીષ સીસોદીયાને અંગુલી નિર્દેશ - ગોપાલ ઇટાલીયાનો મનીષ સીસોદીયાને અંગુલી નિર્દેશ

ગુજરાતમાં આગામી દિવસોમાં આપ ઝંપલાવાનું છે તે નિશ્ચિત કહી શકાય છે. મનીષ સીસોદીયાની અચાનક ભાવનગર મુલાકાત (Manish Sisodia Bhavnagar Visit) અને જીતુ વાઘણીને ટાર્ગેટ કરવામાં આવ્યા હોય તે સ્પષ્ટ જણાતું હતું. જો કે, ગોપાલ ઇટાલીયાનો એક અંગુલી નિર્દેશ કરતો ફોટો ઘણું કહી જાય છે.

આગામી ચૂંટણીમાં શરૂઆત અહીંથી કરવી જોઈએ, ગોપાલ ઇટાલીયાનો મનીષ સીસોદીયાને અંગુલી નિર્દેશ
આગામી ચૂંટણીમાં શરૂઆત અહીંથી કરવી જોઈએ, ગોપાલ ઇટાલીયાનો મનીષ સીસોદીયાને અંગુલી નિર્દેશ

By

Published : Apr 11, 2022, 3:35 PM IST

ભાવનગર: શહેરમાં મનીષ સીસોદીયા (Manish Sisodia Bhavnagar Visit) સાથે ગોપાલ ઇટાલીયા અને ઇસુદાન ગઢવીએ શાળામાં સરપ્રાઈઝ (Aap school surprise checking) ચેકીંગ કર્યું હતું. જો કે, આ વિઝીટ રાજકીય હોવાનું સીસોદીયાએ સ્વીકાર્યું છે, પરંતુ આગામી દિવસોમાં ચૂંટણીમાં આપ માટે કોંગ્રેસ નહિ પરંતુ ભાજપ (Aap vs Bjp in Gujarat) નિશાન છે તેવું માનવું ખોટું નથી.

આગામી ચૂંટણીમાં શરૂઆત અહીંથી કરવી જોઈએ, ગોપાલ ઇટાલીયાનો મનીષ સીસોદીયાને અંગુલી નિર્દેશ

મનીષ સીસોદીયાને ગોપાલ ઇટાલીયાનો અંગુલી નિર્દેશ:ભાવનગર શહેરમાં આપના મનીશ સીસોદીયાની એન્ટ્રીથી રાજકીય ગરમાવો આવી ગયો છે. હાદાનગરની શાળા નમ્બર 62માં મુલાકાત લેતા મનીષ સીસોદીયાને ગોપાલ ઇટાલીયા (Gopal Italia At Bhavnagar Visit)એ બેસવાનો બાકડો દર્શાવ્યો હતો. આ બાકડા પર જીતુ વાઘાણી લખેલું છે. જે ગોપાલ ઇટાલીયા અંગુલી નિર્દેશ કરીને બાકડા વિશે મનીષ સીસોદીયાને જણાવી રહ્યા છે.

ગોપાલ ઇટાલીયાના અંગુલી નિર્દેશ પાછળ તારણ:ગોપાલ ઇટાલીયાનો અંગુલી નિર્દેશ પરથી એમ જરૂર લાગે છે કે, આ જીતુભાઇ વાઘણીને ટાર્ગેટ કરવાનો નીર્દેશ છે. ચૂંટણી માથે છે, ત્યારે શિક્ષણના મુદ્દે આપણને એક મુદ્દો જરૂર મળી ગયો છે. આમ જોઈએ તો ગોપાલ ઇટાલીયા ભાવનગર જિલ્લાના ધોળા પાસેના ટીંબી ગામના રહેવાસી છે અને પટેલ સમાજના છે, ત્યારે સ્વાભાવિક છે કે, ગોપાલ ઇટાલીયા વાઘાણી પર પૂરે પૂરો ટાર્ગેટ કરી શકે છે.

આ પણ વાંચો:Manish Sisodia Gujarat Visit: ગુજરાતનો વિકાસ જોવા ઉત્સુક: મનીષ સિસોદિયા

આગામી ચૂંટણીમાં શરૂઆત અહીંથી કરવી જોઈએ: ગોપાલ ઇટાલીયાએ જ શખ્સ છે, જેણે એક સમયે ભૂતકાળમાં પૂર્વ ગૃહપ્રધાન રહેલા પ્રદીપસિંહ જાડેજા પર જોડાનો ઘા કર્યો હતો. ગોપાલ અંગુલી નિર્દેશથી ક્યાંક એવું પણ દર્શાવે છે કે, આગામી ચૂંટણીમાં શરૂઆત અહીંથી કરવી જોઈએ અને સત્તા મેળવવા આગળ જવું જોઈએ. જો કે, ભાજપ માટે હાલમાં જીતુભાઇ વાઘાણીના બફાટ બાદના મુદ્દા જોઈએ તો પડકાર જનક છે. જેમાં મોંઘવારી, યુવરાજસિંહનો મુદ્દો અને હવે ઢોર કાયદો બનાવી પાછો ખેંચવો જે ભાજપની પ્રતિષ્ઠાને લઈને લોકોમાં અનેક પ્રશ્નો ઉભા કરી રહ્યા છે.

આ પણ વાંચો:Amit Shah Gujarat Visit: સહકારી ક્ષેત્ર થકી ખેડૂતોની ઉપજમાં વેલ્યુ એડિશન કરો: અમિત શાહ

મનીષ સીસોદીયાની એન્ટ્રી પહેલા તંત્રમાં દોડધામ:મનીષ સીસોદીયા આવી રહ્યા છે, ક્યાં પહેલા આવશે? આ પ્રશ્ન પોલીસ અને પત્રકારોમાં ગાજતો રહ્યો હતો. શહેરની 55 શાળાના આચાર્યોને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા હતા. શાસનાધિકારી ફોન મારફત મનીષ સીસોદીયાનું મોનીટરીંગ કરતા હતા. પોલીસ પણ શાળાના આચાર્યોના ફોન રણકાવ્યા હતા. લોકેશન મેળવવા સવારમાં તડાફડી થઈ હતી. તંત્રની આ હરકત પરથી ખ્યાલ આવી રહ્યો છે કે, ભાજપ તંત્ર મારફત મોનીટરીંગ કરતી હતી, પરંતુ છતાં મનીષ સીસોદીયા સ્પષ્ટ કહીને ગયા કે "હા અમે રાજકારણ જ કરી રહ્યા છીએ પણ શિક્ષણ અને સેવાનું, નહીં તોફાન કે અન્ય બાબતનું".

ABOUT THE AUTHOR

...view details