ગુજરાત

gujarat

ETV Bharat / city

પેટ્રોલ-ડીઝલના ભાવ સાથે કેમ વધે છે પ્લાસ્ટિકની વસ્તુના ભાવ: જાણો - પ્લાસ્ટિકની વસ્તુના ભાવ

ભાવનગરનોં પ્લાસ્ટિક ઉદ્યોગ (bhavnagar plastic industry ) કાચામાલ ઉપર આધાર રાખે છે, પોલીમર એટલે કાચોમાલ પેટ્રોલિયમ પ્રોડક્ટ હોવાથી રોજ તેના ભાવમાં ફેરફાર આવે છે, પરંતુ ચાર માસમાં સતત ભાવ વધારાના કારણે ઉદ્યોગકારો કાચામાલના ભાવ વધુ આપી રહ્યા છે. જ્યારે તૈયાર થતી વસ્તુમાં એટલા જ પ્રમાણમાં ભાવ (palstic product price ) વધારો કરી શકતા નથી, આથી પ્લાસ્ટિક ઉદ્યોગના નફા પર કાતર લાગી ગઈ છે.

પેટ્રોલ-ડીઝલના ભાવ સાથે કેમ વધે છે પ્લાસ્ટિકની વસ્તુના ભાવ: જાણો
પેટ્રોલ-ડીઝલના ભાવ સાથે કેમ વધે છે પ્લાસ્ટિકની વસ્તુના ભાવ: જાણો

By

Published : Nov 17, 2021, 5:23 PM IST

  • પ્લાસ્ટિક ઉદ્યોગને ભાવવધારાનો માર પડવાથી ઉદ્યોગકારોનો નફો તૂટ્યો
  • કાચામાલમાં અચાનક 20થી 30 રૂપિયાનો વધારો થતાં નુકશાન
  • ઓર્ડર લઈ લીધા બાદ ભાવ વધારો આવતા ઉદ્યોગકાર મુંજવણમાં
  • 12 અને 18 ટકા GST યથાવત અને પેટ્રોલિયમ પદાર્થમાં રોજ ભાવ ફરે

ભાવનગર:સમગ્ર પ્લાસ્ટિક ઉદ્યોગ (bhavnagar plastic industry)માં કાચામાલમાં આવેલો વધારો ઉદ્યોગને મૂંઝવી રહ્યો છે. પોલીમર જેવા દરેક કાચા માલમાં ભાવ વધારો થવાનું કારણ એ છે કે પ્લાસ્ટિકના કાચા માલ પેટ્રોલિયમ પ્રોડક્ટમાં આવે છે. છેલ્લા ચાર મહિનામાં કાચામાલમાં ભાવ વધવાની સામે પ્લાસ્ટિકની તૈયાર વસ્તુના ભાવ (palstic product price)માં વધારો કાચામાલ જેટલો નહિ કરી શકાતા ઉદ્યોગકારો ચિંતિત છે.

પેટ્રોલ-ડીઝલના ભાવ સાથે કેમ વધે છે પ્લાસ્ટિકની વસ્તુના ભાવ: જાણો

પ્લાસ્ટીક ઉદ્યોગની સ્થિતિ

ભાવનગરમાં પ્લાસ્ટિકના આશરે 200થી વધુ કારખાનાઓ હશે, જેમાં આશરે 20થી 25 હજાર જેટલા ક્ષમીકો કામ ઇરી રહ્યા છે. યાન, દોરી દોરડા, ફિશિંગ નેટ, એગ્રીકલચર સ્પોટ નેટ જેવી અનેક વસ્તુ બનાવવામાં આવે છે. હાલમાં પોલીમર એટલે કાચા માલમાં ભાવ વધારાના કારણે પ્લાસ્ટિક ઉદ્યોગમાં નફાનું ધોરણ ઘટી ગયું છે. ચાર મહિનામાં કાચા માલમાં એક સાથે 20થી 30 રૂપિયાના વધારાના કારણે ઉત્પાદન તૈયાર વસ્તુમાં ભાવ વધારી શકાતો નથી, આથી નફાનું ધોરણ ઘટાડવું પડી રહ્યું છે.

પેટ્રોલ-ડીઝલના ભાવ સાથે કેમ વધે છે પ્લાસ્ટિકની વસ્તુના ભાવ: જાણો

પ્લાસ્ટિક ઉદ્યોગના કાચામાલમાં વધારો અને હાલાકી

પ્લાસ્ટિક ઉદ્યોગમાં હાલ દિવાળી વેકેશન ચાલી રહ્યું છે. ક્યાંક પ્લાન્ટ શરૂ થયા છે તો ક્યાંક બાકી છે. પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ એસોસિયેશનના પ્રમુખ ભુપતભાઇ વ્યાસે જણાવ્યુ હતું કે, હાલમાં 25 ટકા પ્લાન્ટ મંદ ગતિમાં ચાલી રહ્યા છે, તો 25 ટકા પ્લાન્ટ તેનાથી થોડી સારી સ્થિતિમાં છે. કાચઓ માલ LLDP, PVC શીતમાં વધારો કિલોએ 8થી 10 રૂપિયાનો થયો છે. પેટ્રોકેમિકલ પ્રોડક્ટ હોવાથી આજદિન સુધી 2 રૂપિયા સુધીનો વધારો આવતો પણ હવે 8થી 10 રૂપિયા સુધીનો વધારો આવી જતા હાલાકી ઊભી થઈ છે. પ્લાસ્ટિક ઉદ્યોગકારોએ લિધેલા ઓર્ડર જુના ભાવના હોઈ અને કાચામાલમાં અચાનક ભાવ વધવાથી પ્લાસ્ટિક ઉદ્યોગકારને પોતાનો નફો 5 રૂપિયા હોઈ ત્યાં 2 રૂપિયા કરવો પડે છે. આથી ઉત્પાદન વધ્યું નથી પણ ભાવ સ્થિર રાખવા પડે છે. સ્ટોક થવા લાગ્યો છે અને ઉત્પાદન સામે માંગ પણ નથી.

પેટ્રોલ-ડીઝલના ભાવ સાથે કેમ વધે છે પ્લાસ્ટિકની વસ્તુના ભાવ: જાણો

આ પણ વાંચો :ભાવનગરમાં ઠેર ઠેર ઈંડાની લારીઓ-મચ્છીનું વેચાણ, કરવામાં આવી શકે છે કાર્યવાહી

આ પણ વાંચો :2020ની દિવાળીમાં જીવલેણ હુમલો કરનાર શખ્સને આજીવન કેદની સજા ફટકારતી ભાવનગર કોર્ટ

ABOUT THE AUTHOR

...view details