ભાવનગર : જિલ્લાના અલંગ શિપ બ્રેકીંગ રિસાયકલિંગ એસોસિયેશન અને ચેમ્બર ઓફ કોમર્સ(Alang Ship Breaking Recycling Association and Chamber of Commerce) દ્વારા આવી રહેલા બજેટને(Pre Budget 2022) પગલે પોતાની આશા અને અપેક્ષાઓ રજૂ કરતા જણાવ્યું હતું કે, અલંગના વિકાસ અને વ્યાપારીઓને પડતી હલાકીનીને ધ્યાને લેવામાં આવે અને આ બાબત પર ખાસ ધ્યાન દોરવામાં આવે.
આ પણ વાંચો :Pre Budget 2022-23: ડાયમંડ જ્વેલરી ઉદ્યોગને વેપારમાં સાનુકૂળ ટેક્ષ માળખું આપવા કેન્દ્રમાં પ્રી-બજેટ રજૂઆત
કેન્દ્ર સરકાર બજેટમાં રાહત આપે તેવી અપેક્ષાઓ વ્યક્ત કરાઇ
ભાવનગર જિલ્લાનું અલંગ શિપ બ્રેકીંગ રિસાયકલિંગ યાર્ડની માગ બજેટને લઈને રજૂ કરવામાં આવી હતી, જેમાં સેક્રેટરી હરેશ પરમારે જણાવ્યું હતું કે, અલંગમાં ઈમ્પોર્ટ ડ્યુટી શુન્ય છે પરંતુ કસ્ટમ ડ્યુટી 2.30 ટકા છે. કેન્દ્ર સરકાર બજેટમાં રાહત આપે તેવી અપેક્ષાઓ વ્યક્ત કરી હતી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રમાણે જોઈએ તો હાલમાં થયેલા ફોરલેનને પગલે સમસ્યા હલ થતી જોવા મળી રહી છે.
સરકાર સમક્ષ મુકાઇ રજૂઆતો છતાં સરકાર આ બાબતથી અજાણ
જિલ્લામાં અલંગ સાથે નાના ઉદ્યોગો પણ આવેલા છે ત્યારે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ કિરીટ સોની દ્વારા ચાર મુદ્દા પર વાત કરતા જણાવ્યું હતું કે, અલંગ બાબતે એક વર્ષ પહેલાં સરકાર સમક્ષ રજુઆત કરી હતી કે નવા પ્લોટમાં વધારો કરવામાં આવે પરંતુ સરકાર આ બાબતે કાર્યક્ષમતાથી વિચારતી નથી. તેમજ વિશ્વમાંથી જહાજો લાવવામાં સરકાર હસ્તક્ષેપ કરે અને રસ લે તો અલંગનો વધુ વિકાસ થઇ શકે છે.
આ પણ વાંચો :Union Budget 2022: કેન્દ્રીય બજેટ 2022થી સુરતના કાપડ ઉદ્યોગની આ છે માંગણીઓ, નાણાપ્રધાનને લખ્યો પત્ર
જાણો કયા મુદ્દાઓ પર માગ કરવામાં આવી
44 AB ની અંતર્ગત ઓડિટ કરવામાં 1 કરોડની લિમિટ છે તેને 2 કરોડ કરવામાં આવે, 44 AD નીચે ઓડિટ કરવામાં ન આવેતો આવકની 50 ટકાનો ટેક્સ ભરવામાં આવે તેવા નિયમને બદલીને આવકની 30 ટકાનો ટેક્સ લેવામાં આવે, આ સાથે હેલ્થ ઇન્સ્યોરન્સ હવે લકઝરીયસ નથી રહ્યો તો તેમાં GST 18 ટકા હોઈ જેને 5 ટકા કરવામાં આવે તો ગરીબો પણ લાભ લઈ શકે અને પ્રીમિયમ પણ સહેલાઈથી ભરી શકશે.