ભાવનગર: સરકાર અને પોલીસના કારણે આજે લઠ્ઠાકાંડમાં ઝેરી દારૂને(Botad Lattha Incident) લઈને 43થી વધુ જીવોનો ભોગ લીધો છે. એવામાં બોટાદના દેવગણા ગામના કના શેખલીયા 40 વર્ષનાનું મૃત્યુ થતા તેના ચાર બાળકો નિરાધાર બન્યા છે. બોટાદ પોલીસ ચાર બાળકોના શિક્ષણ સહિતનો ખર્ચ કોલેજ સુધીનો સ્વીકાર્યો છે. બોટાદના લઠ્ઠા કાંડમાં પિતાની છત્ર છાયા ગુમાવનાર ચાર બાળકો નિરાધાર બની ગયા છે. બોટાદના રાણપુર તાલુકાના દેવગણા ગામના નિરાધાર બનેલા બાળકો હવે કોના સહારે તેવો પ્રશ્ન સમાજ માટે જરૂર ઊભો થયો છે. ચાર બાળકોને પોલીસે દત્તક લેતા ગટૂરભાઈ આનંદિત છે.
આ પણ વાંચો:Latthakand Case in Gujarat : લઠ્ઠાકાંડ બાદ બુટલેગરો ભૂગર્ભમાં ઉતર્યા કે ઉતારી દેવાયા ?
ચાર બાળકોના પાલનહારનું મોત ઝેરી દારૂથી -રાણપુરના દેવગણામાં(Ranpur Taluka of Botad) રહેતા કનાભાઇ સેખલીયા જેને પોતાના ચાર બાળકો હતા. આ ચાર બાળકોના એકમાત્ર પિતા કનાભાઇનું ઝેરી દારૂ પીધા બાદ મૃત્યુ નીપજ્યું છે. જ્યારે ચાર બાળકોના માતા સાથે છુટ્ટાછેડા થયા હોવાથી આ બાળકો નિરાધાર થયા છે. પાંચ વર્ષથી લઈને બાર વર્ષ વચ્ચેના ચાર ભાઈઓ હાલ તેના દાદા ગટૂરભાઈ સાથે રહી રહ્યા છે.