ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાવનગર-અમદાવાદ પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત, બાળક સહિત 5નાં મોત - Adhelai Crossing Accident

ભાવનગર નજીક આવેલા અધેલાઈ (Fatal Accident on National Highway) નજીક જીવલેણ અકસ્માત થયો છે. તુલસી પાર્ક હોટેલ પાસે ટ્રકમાં કાર ઘુસી જતા બાળક સહિત પાંચ વ્યક્તિઓના મોત નીપજ્યા છે. આ કારમાં એક જૈન પરિવાર ભાવનગર પાસે આવેલા પાલિતાણાથી અમદાવાદ બાજુ જઈ રહ્યો હતો. આ પરિવાર અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં રહે છે.

ભાવનગર-અમદાવાદ પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત, બાળક સહિત 5નાં મોત
ભાવનગર-અમદાવાદ પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત, બાળક સહિત 5નાં મોત

By

Published : Oct 17, 2022, 6:46 AM IST

ભાવનગરઃ રવિવારી રાત્રે ભાવનગર-અમદાવાદ હાઈવે (Fatal Accident on National Highway) ફરી એકવખત ગોઝારો પુરવાર થયો છે. જેમાં એક જ પરિવારના પાંચ વ્યક્તિઓના ઘટના સ્થળે જ મૃત્યું નીપજ્યા છે. આ મૃતકોમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. રવિવાની (fatal Accident Bhavnagar) રાત્રે 10 વાગ્યા આસપાસ શોર્ટ રૂટ અધેલાઈ ચોકડી પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થોય હતો. આ ઘટનાની જાણ થતાં વેળાવદર ભાલ પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. કારમાંથી મૃતદેહ (Ahmedabad Family viratnagar) બહાર કાઢવા માટે તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી હતી.

ભાવનગર-અમદાવાદ પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત, બાળક સહિત 5નાં મોત

દર્શન કરીને પરતઃ અમદાવાદના વિરાટનગરમાં રહેતો જૈન પરિવાર ભાવનગર પાસે આવેલા પાલિતાણામાં દર્શન કરવા માટે ગયો હતો. જ્યારે તેઓ દર્શન કરીને પરત ફરી રહ્યા હતા એ સમયે આ ઘટના બની હતી. જેમાં એક બાળકનો પણ ભોગ લેવાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે, પાંચ વ્યક્તિઓના ઘટના સ્થળે જ મૃત્યું થયું છે. અમદાવાદ જવાના શોર્ટકટ રોડ પર રાતના સમયે બનેલી ઘટનામાં કારમાંથી મૃતદેહ નીકળ્યા હતા. અમદાવાદની કાર GJ-01-KM-5132માં પરિવાર પાલિતાણા દર્શન હેતું ગયો હતો.

ધડાકા સાથે ટક્કરઃઅધેલાઈ ચોકડી પાસે કાર ધડાકા સાથે અથડાતા કારમાં બેઠેલા પાંચ વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી. આ કારમાં બેઠેલા મહાવીર મહાવીર કુમાર રતિલાલ જૈન અને એક બાળક સહિત કુલ પાંચ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે. અકસ્માત એટલો શક્તિશાળી હતો કે કારનું પડીકું વળી ગયું હતું. બોનેટ અને આગળનો કાચ તો દેખાતા જ ન હતા. કારમાંથી મળી આવેલા મોબાઈલ પરથી પોલીસે પરિવારની ઓળખ કરી હતી. જે પછી સંબંધીઓને જાણ કરી હતી. આ અકસ્માત થતાં જ અમદાવાદ હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.

ABOUT THE AUTHOR

...view details