ગુજરાત

gujarat

ETV Bharat / city

મગફળીના ઊંચા ભાવથી ખેડૂત ખુશ, ઉત્પાદન ઓછું થતાં ટેકાના ભાવ વધારવા માંગ

ભાવનગર જિલ્લામાં પાછોતરા વરસાદે ઉત્પાદન બગડતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ઉત્પાદન 50 ટકા થયું હોવાથી ખેડૂતો ભાવ ઊંચા મળે તેવી અપેક્ષામાં છે, આ અપેક્ષા ખેડૂતોની ખુલ્લી બજારે પૂર્ણ કરી છે, પરંતુ ટેકાના ભાવનું (Minimum Support Price) રજિસ્ટ્રેશન થઈ રહ્યું છે, ત્યારે ખુલ્લી બજારમાં સારા ભાવ મળવાથી ખેડૂતો રજિસ્ટ્રેશન બાદ પણ ખુલ્લી બજારમાં મગફળી વહેંચી નાખે તો નવાઈ નહિ, ત્યારે ખેડૂતો ટેકાના ભાવ વધારવાની માંગ કરી રહ્યા છે.

મગફળીના ઊંચા ભાવથી ખેડૂત ખુશ
મગફળીના ઊંચા ભાવથી ખેડૂત ખુશ

By

Published : Oct 26, 2021, 5:53 PM IST

  • પાછોતરા વરસાદે પાકને 50 ટકા કરતા વધુ નુકશાન થતા ઉત્પાદન ઘટ્યું
  • ટેકાના ભાવો કરતા વધુ સારા મળી રહ્યા છે ભાવ
  • સરકાર 1110 જેવો ટેકાનો ભાવ આપવાની હોવાની ચર્ચા

ભાવનગર :જિલ્લામાં મગફળીની મબલખ આવક થતા જિલ્લામાં યાર્ડ બધા ભરાઇ ચુક્યા છે અને ટેકાના ભાવો(Minimum Support Price) કરતા વધુ સારા મળી રહ્યા છે. એક તરફ યાર્ડમાં આવક લાવવા મનાઈ કરવામાં આવી છે, તો બીજી બાજુ સરકારના ચોપડે આશરે 5 હજાર જેવું રજિસ્ટ્રેશન થયું છે, પરંતુ ખેડૂતો તેની પહેલા ખુલ્લી બજારમાં સારા ભાવ મળતા મગફળી વહેચી શકે છે, એવામાં ખેડૂતોએ માંગ કરી છે કે ટેકાના ભાવમાં વધારો કરવામાં આવે.

મગફળીના ઊંચા ભાવથી ખેડૂત ખુશ

ખેડૂતની મુશ્કેલી વચ્ચે ઉત્પાદન કેવું અને શું ?

ભાવનગર જિલ્લામાં મગફળીનું વાવેતર 1.19 લાખ હેકટરમાં થયું છે, જિલ્લામાં ચોંમાસાની શરૂઆતમાં 35 ટકા વરસાદ અને બાદમાં પાછળના ચોમાસાના એક મહિનો બાકી હોઈ જેમાં પાછોતરો વરસાદ 65 ટકા કરતા વધુ થતા ખેડૂતોનો પાક બગડ્યો હતો. ઉત્પાદન 23 મણ એક વિઘાએ થતું હોય ત્યાં 12 થી 13 મણ થયું હોવાનો ખેડૂતોનો દેકારો છે. ખેડૂતોને મજૂરીના 250ના બદલે 450 આપવા પડી રહ્યા છે. તેવી રીતે ખાતર, બિયારણમાં ભાવ વધવાને પગલે ખર્ચ સામે 1300 થી 1400 સુધીનો ભાવ પોષણક્ષમ માનવામાં આવી રહ્યો છે, એવામાં હાલની બજાર 1550 પહોંચતા ખેડૂતોને બે પૈસા મળી રહ્યા છે અને હજુ વધવાની અપેક્ષા છે.

મગફળીના ઊંચા ભાવથી ખેડૂત ખુશ

ટેકાના ભાવનું હજુ રજિસ્ટ્રેશન ચાલુ ખરીદી બાકી

જિલ્લામાં ખેડૂતોને ટેકાના ભાવની ખરીદીમાં સરકાર મોડી પડી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સરકાર 1110 જેવો ટેકાનો ભાવ આપવાની છે. હાલમાં ખુલ્લી બજારમાં 1125 થી 1550 વચ્ચે ભાવ મળી રહ્યા છે. હાલમાં 4500 કરતા વધુ રજિસ્ટ્રેશન થયા છે, તેવામાં 1110 નો ભાવ સરકાર આપશે તો ખેડૂતોને તે ખૂબ ઓછા લાગશે તેથી ખેડૂતોની માંગ છે કે, ટેકાના ભાવમાં વધારો કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. મગફળી વરસાદના પગલે કાળી પડી ગઈ અને બગડી જવાના કિસ્સાના કારણે ઉત્પાદન ઓછું છે, એટલે ભાવ વધારાની માંગ કરી છે.

આ પણ વાંચો:

ABOUT THE AUTHOR

...view details