ગુજરાત

gujarat

ETV Bharat / city

ડુંગળીનો ઓછો ભાવ મળતા ભાવનગરના ખેડૂતે જીવન ટૂંકાવ્યું - ભાવનગરમાં ખેડૂતની આત્મહત્યા

ભાવનગર જિલ્લાના ઇસોરા ગામે ગુરુવારે એક ખેડૂતે પોતાના ખેતરમાં એક વૃક્ષ નીચે લટકીને આત્યમહત્યા કરી છે. ભૂપતભાઈ જેઠવા નામના આધેડે ડુંગળીનું વાવેતર કર્યું હતું. જેની પૂરતી કિંમત નહીં મળવાથી આ ખેડૂતે પોતાના ખેતરમાં આત્મહત્યા કરી છે.

ETV BHARAT
ડુંગળીનો ભાવ ઓછો મળતા ભાવનગરના ખેડૂતે જીવ ટુંકાવ્યો

By

Published : May 14, 2020, 8:03 PM IST

ભાવનગરઃ તળાજાના ઈસોરા ગામના એક ખેડૂતે પોતાના ખેતરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. આ ખેડૂતે 2 વિઘા જમીનમાં ડુંગળીનું વાવેતર કર્યું હતું. જેની યોગ્ય કિંમત નહીં મળતાં આ ખેડૂતે પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના અંગે પોલીસને જાણથતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ડુંગળીનો ભાવ ઓછો મળતા ભાવનગરના ખેડૂતે જીવ ટુંકાવ્યો

ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં ખેતીને લગતી સમસ્યાને કારણે ખેડૂતોની આત્મહત્યાના સમાચાર અવાર-નવાર જોવા મળે છે. આ આપઘાતમાં મોટા ભાગે પાકની કિંમત ઓછી મળવા અને દેવું વધવાથી આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે.

ABOUT THE AUTHOR

...view details