ગુજરાત

gujarat

ETV Bharat / city

EXCLUSIVE: મનપાના મુખ્યમંત્રી આવાસમાં ફાયરના સાધનોની અવધી પૂર્ણ તેમ છતાં કોઈ કાર્યવાહી નહિં

ભાવનગર મહાનગરપાલિકાએ ફાયરના સાધનોને પગલે કડક વલણ અપનાવીને હવે ગટર, નળ કનેક્શન કાપવાની ચીમકી ઉચ્ચારી છે. જેમાં સરકારી અને ખાનગી ઇમારત આવે છે ત્યારે મનપાના મુખ્યમંત્રી આવાસોમાં આવધીપૂર્ણ થયેલા અને ખખડધજ સાધનો હોવા છતાં કોઈ નોટિસ આપવામાં આવી નથી. ETV BHARATના જણાવ્યા બાદ ફાયર અધિકારીએ નોટિસ આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.

EXCLUSIVE: મનપાના મુખ્યમંત્રી આવાસમાં ફાયરના સાધનોની અવધી પૂર્ણ તેમ છતાં કોઈ કાર્યવાહી નહિં
EXCLUSIVE: મનપાના મુખ્યમંત્રી આવાસમાં ફાયરના સાધનોની અવધી પૂર્ણ તેમ છતાં કોઈ કાર્યવાહી નહિં

By

Published : Mar 12, 2021, 4:37 PM IST

Updated : Mar 12, 2021, 7:02 PM IST

  • જનતાને ફાયર મુદ્દે નોટિસ ફટકારતું મનપાના ફાયર વિભાગને મુખ્યમંત્રી આવાસ નહિ દેખાતું ?
  • મુખ્યમંત્રી આવાસમાં લાગેલા ફાયરના સાધનોની અવધી 2016/17માં પૂર્ણ થઈ
  • આવધી પૂર્ણ થયાને 4 વર્ષ જેટલો સમય થઈ ગયો
  • મુખ્યમંત્રી આવાસને એક પણ નોટિસ નહિ અને પ્રજાને નળ ગટર કનેક્શન કાપવાની ચીમકી

ભાવનગરઃ જિલ્લાના ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા ફાયરના સાધનોને લઈને કડકાઇથી કામ લઈ રહી છે. ફાયરના સાધનો ના હોઈ તો હવે નળ અને ગટર કનેક્શન કાપવાની તૈયારી દર્શાવી છે ત્યારે મુખ્યમંત્રીના આવાસમાં ફાયરના સાધનોની શું સ્થિતિ છે તેના વિશે જણાવીએ.

આ પણ વાંચોઃજામનગરમાં રહેણાંક મકાનમાં ગેસનો બાટલો લીક થતા દોડધામ મચી

ભાવનગર મહાનગરપાલિકાએ 200થી વધુ ઇમારતોને નોટિસો આપી

ભાવનગરમાં ફાયરને લઈને મહાનગરપાલિકાની કડકાઈ ભાવનગર મહાનગરપાલિકાએ 200થી વધુ એવી ઇમારતો છે જેને ફાયરના સાધનો નહિ હોવાને પગલે નોટિસો આપી છે અને 100 જેટલી ઇમારતોને સિલ મારીને કડક કાર્યવાહી કરી ફાયરના સાધનો રાખવા મજબૂર કર્યા છે. એટલું નહિ હવે તો મહાનગરપાલિકાએ બાકી રહેતી મિલકત ધારકોને 15 મીટર કરતા વધુ ઊંચી ઇમારતોનો નોટિસ આપીને ફાયરના સાધનો વસાવવા જાણ કરી છે અને નહિ વસાવવામાં આવે તો નળ, ગટર કનેક્શન કાપવાની તૈયારી બતાવી છે.

ભાવનગર મહાનગરપાલિકાના મુખ્યમંત્રી આવાસમાં ફાયરના સાધનોની સ્થિતિ

આ પણ વાંચોઃતમામ સરકારી ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ સ્કૂલોને ફાયર સેફ્ટી NOC લેવા DEOનો પત્ર

ભાવનગર મહાનગરપાલિકાના મુખ્યમંત્રી આવાસમાં ફાયરના સાધનોની સ્થિતિ

લોકોને નિયમો બતાવતી અને પાલન કરાવવા કડકાઈ વાપરતી મહાનગરપાલિકાની ખુદની ઇમારોતમાં ફાયરના સાધનોની હાલત વિશે ETV BHARATએ મુખ્યમંત્રી આવાસની ઈમારતોની મુલાકાત લીધી હતી. આખલોલ, રુવા કે અન્ય સ્થળ પરના 8 માળની ઈમારતમાં ફાયરના સાધનો છે. પણ તેની અવધીપૂર્ણ થઈ ગઈ છે. 2016/17માં તેની અવધી પૂર્ણ થઈ હોવા છતાં તેને બદલવામાં આવ્યા નથી. ફાયરના નખાયેલા પાઇપ, નોઝર, વાલ્વ અને સિલિન્ડર ખખડધજ થઈ ગયા છે. સિલિન્ડર 2017માં એક્સપયારી થઈ ગઈ છે તો પાઇપો, નોઝલ સડી ગયા છે.

EXCLUSIVE: મનપાના મુખ્યમંત્રી આવાસમાં ફાયરના સાધનોની અવધી પૂર્ણ તેમ છતાં કોઈ કાર્યવાહી નહિં

ફાયર વિભાગના અધિકારીનું નિવેદન

ભાવનગર મહાનગરપાલિકાના મુખ્યમંત્રી આવાસોમાં 2017થી એક્સપાયર થયેલા સિલિન્ડર અને પાઇપો, નોઝલના મુદ્દે ફાયર અધિકારીએ કોઈ નોટિસ આપી નથી. ETV BHARAT તરફથી જણાવ્યા બાદ નોટિસ આપવાની કાર્યવાહીની વાત કરી હતી. લોકોને નિયમ બતાવતી મનપા અને ફાયર વિભાગ હવે મુખ્યમંત્રી આવાસ સોંપાઈ ગયા બાદ ત્યાં રહેતા લોકોના મંડળ પર જવાબદારી આવતી હોવાનું જણાવી રહ્યા છે. પાઇપો, નોઝલ અને સિલિન્ડર નવા નાખવા માટે મંડળે પોતાના સ્વખર્ચે અને ત્યાં રહેતા લોકોએ વસાવવાના હોઈ છે એટલે બીજાના નળ, ગટર કનેક્શન કાપવાની વાત કરતી મહાનગરપાલિકા પોતાની ઈમારતોની વાત આવે તો નોટિસ આપશું તેવી વાત કરી રહી છે અને ઈમારતના મંડળના સભ્યો કેમેરા સામે બોલવા તૈયાર નથી.

Last Updated : Mar 12, 2021, 7:02 PM IST

ABOUT THE AUTHOR

...view details