ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાવનગરમાં આંગણવાડીની ભરતી પ્રક્રિયામાં ક્ષતિઓને પગલે 1800 મહિલાઓ બાકાત - પોર્ટલ

ભાવનગર મહાનગરપાલિકામાં ICDS વિભાગમાં આંગણવાડીમાં ભરતી પ્રક્રિયા ઓનલાઇન થઈ પણ ક્ષતિઓને પગલે 1800 મહિલાઓ બાકાત થઈ ગઈ હતી. ત્યારે 105 જગ્યા માટે બેરોજગારીના માહોલ વચ્ચે 3500 જેટલી અરજીઓ આવી હતી. નોકરી નહીં મળવાથી મનપા પર આક્ષેપ સાથે મહિલાઓની આંખમાંથી આંસુ સરી પડ્યા હતા.

ભાવનગરમાં આંગણવાડીની ભરતી પ્રક્રિયામાં ક્ષતિઓને પગલે 1800 મહિલાઓ બાકાત
ભાવનગરમાં આંગણવાડીની ભરતી પ્રક્રિયામાં ક્ષતિઓને પગલે 1800 મહિલાઓ બાકાત

By

Published : Mar 9, 2021, 1:09 PM IST

  • મનપા પર આક્ષેપ સાથે આંખમાંથી આંસુ સરી પડ્યા
  • આંગણવાડી અને તેડાઘરની ભરતી પ્રક્રિયા ઓનલાઇન
  • 3500 અરજી પૈકી 400 જેટલી અરજીઓ રદ

ભાવનગર: મહાનગરપાલિકામાં ICDS વિભાગમાં આંગણવાડીમાં ભરતી પ્રક્રિયા ઓનલાઇન થઈ પણ ક્ષતિઓને પગલે 1800 મહિલાઓ બાકાત થઈ ગઈ ત્યારે 105 જગ્યા માટે બેરોજગારીના માહોલ વચ્ચે 3500 જેટલી અરજીઓ આવી હતી. જેમાં ક્ષતિથી રદ થયેલી અરજીના અરજદારોએ અપીલ કરી જેમાં પણ નિકાલ થઈ જતા મનપા પર આક્ષેપ સાથે મહિલાઓની આંખમાંથી આંસુ સરી પડ્યા હતા.

પરિણામ શૂન્ય આવ્યું અને મહિલા દિનએ મહિલા સાથે ખોટું થઈ ગયું

ભાવનગર મહાનગરપાલિકાના ICDS વિભાગ હેઠળ આવતી આંગણવાડીઓમાં અને તેડાઘરમાં મહિલાની ભરતી પ્રક્રિયા ઓનલાઇન કરવામાં આવી છે ત્યારે સરકારી સર્વરની કામગીરીથી ખુદ તંત્ર વાકેફ છે તેવામાં ઓનલાઇન અરજી કરવામાં આવેલી ક્ષતિઓ અને સોગંદનામામાં નાની ક્ષતિઓને પગલે 3500 માંથી 1800 જેટલી અરજીઓ પોર્ટલમાંથી રદ થઈ ગઈ હતી.

આ પણ વાંચો: આણંદ: આંગણવાડી કર્મચારી ભરતીમાં અરજદારને અસંતોષ, સ્ટે માટે કરી માગ

પોર્ટલમાં નાની ક્ષતિના પગલે અરજી રદ

પોર્ટલમાં નાની ક્ષતિના પગલે અરજી રદ થતા અપીલમાં આશરે 400 લોકો ગયા હતા. તેને સાંભળવા માટે મહિલા દિવસથી પ્રારંભ કરવામાં આવ્યો છે ત્રણ દિવસ મહિલાઓને સાંભળવામાં આવશે. 105 જગ્યા માટે આવેલી 3500 પૈકી 1800 અરજીઓ રદ થયા બાદ 400 લોકો અપીલમાં કરવા ગયા હતા. જેને સાંભળવાના પ્રથમ દિવસે અપીલમાંથી પણ મહિલાઓને કાઢી નાખવામાં આવતા મહિલાઓની આંખમાં આંસુ જોવા મળ્યા હતા.

આ પણ વાંચો:અરવલ્લી આંગણવાડી વિવાદ, પસંદ થયેલા ઉમેદવારોએ મેરીટ મુજબ ભરતી કરવાની કરી માગ

ભરતી પ્રક્રિયાની કામગીરી પારદર્શક અને નિષ્પક્ષ

ભાવનગર કમિશનર એમ. એ. ગાંધીનો સંપર્ક કર્યો હતો. પણ તેમની સાથે વાતચીત થઈ શકી નહીં. કારણ કે, તેમને ફોન ઉઠાવ્યો ન હતો. જ્યારે ICDSના ડેપ્યુટી કમિશનર એમ. ડી. ગોહિલે કહ્યું હતું કે, પોર્ટલ દ્વારા અરજીઓ સ્વીકારાય છે અને ક્ષતિઓ પણ તેના દ્વારા શોધીને દૂર કરવામાં આવે છે. એટલે ભરતી પ્રક્રિયાની કામગીરી પારદર્શક અને નિષ્પક્ષ છે.

ABOUT THE AUTHOR

...view details