- ભાવનગરમાં માસ્ક નહીં પહેરાનારા લોકોનું રિયાલીટી ચેક
- માસ્ક નહીં પહેરનારાને નથી કોરોનાનો ભય
- માસ્ક વિના નજરે ચડેલા લોકોએ બનાવ્યો બહાના
ભાવનગરઃ શહેરના ઘોઘા ગેઇટ, સંત્ક્વારામ ચોક, કાળાનાળા જેવા વિવિધ વિસ્તારોમાં ETV BHARATની ટીમ દ્વારા રિયાલીટી ચેક કરવામાં આવ્યું હતું. જેમાં ETV BHARATની ટીમે માસ્ક વિના ફરતા લોકો સાથે સીધી વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન આવા બેદરકાર લોકો વિવિધ પ્રકારના બહાના બનાવતા જોવા મળ્યા હતા.
ભાવનગરમાં માસ્ક વિના બેફામ ફરતા લોકોના બહાના માસ્ક વિનાના બેદરકારોએ બનાવ્યા અજીબો ગરીબ બહાના
માસ્ક વિના ફરતા આવા લોકો સાથે ETV BHARATની ટીમે વાતચીત કરી હતી. જેમાં તેમણે હમણા જ માસ્ક કાઢ્યું, પાણી પીવા માટે માસ્ક કાઢ્યું, ભાઈ માસ્ક તો પહેર્યું જ છે પણ નીચે ઉતરી ગયું, ખબર ના રહી, ભાઈ મેં તો હજુ મસાલો ખાવા જ ઉતાર્યું છે, જેવા અજીબો ગરીબ બહાના બનાવ્યાં હતા. એક બાપાએ તો બિમાર પડવા અંગે ડૉક્ટરને પૂછવા સુધીની સલાહ પણ આપી હતી.
માસ્ક વ્યવસ્થિત નહીં જ પહેરીએ સરકાર ભલે કરે ટકોર
ETV BHARATની રિયાલીટી તપાસમાં જાણવા મળ્યું કે સરકાર ભલે ટકોર કરે, આવા બેદરકાર લોકોને કોરોના સાથે કાંઈ લેવા-દેવા જ નથી.