- ભાવનગરમાં સરકારી ચોપડે અને સ્મશાનના આંકડાઓમાં ફેરફાર
- ગોરડના સ્મશાનમાં બપોરે 12 વાગ્યા સુધી 10 મૃતદેહના અંતિમ સંસ્કાર કરાયા
- ભાવનગરમાં કોરોનાની સ્થિતિ બગડતા મૃતકોની સંખ્યામાં વધારો થયો
ભાવનગરઃ શહેરમાં દરરોજ કોરોનાના કેસ 100થી વધારે આવી રહ્યા છે ત્યારે મૃત્યુ દર પણ રોજનો આશરે 20થી 30ની વચ્ચે પહોંચી ગયો છે, જે સ્મશાનમાં આવતા મૃતદેહ પરથી નક્કી કરી શકાય છે. તંત્રના ચોપડે મૃત્યુ નહીં અને સ્મશાનમાં થતા અગ્નિ સંસ્કારોને પગલે લાકડાઓ ખૂટી પડ્યા છે અને દાતાઓ નામ જાહેર કર્યા વગર દાન કરી રહ્યા છે.
ભાવનગરમાં સ્મશાનમાં ETV BHARAT નું રિયાલિટી ચેક
શહેરમાં અત્યારે 3 સ્મશાનમાં કોરોના અને કોમોર્બીડમાં મૃત્યુ પામેલા લોકોના અગ્નિસંસ્કાર કરવામાં આવી રહ્યા છે ત્યારે સૌથી વધુ જે સ્મશાનમાં મૃતદેહ આવે છે. તે ગોરડના સ્મશાનમાં ETV BHARATની ટીમે રિયાલિટી ચેક કર્યું હતું. રિયાલિટી ચેક સમયે 9 જેટલી ચિતા હજુ ઠરી નહતી અને 2ના અગ્નિસંસ્કાર કરવામાં આવી રહ્યા હતા. બપોરના 12 વાગ્યા સુધીમાં 10 મૃતદેહોને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. બપોરે 1થી 4 સાફ સફાઈ માટે હોવાથી ગોરડમાં મૃતદેહ 4 વાગ્યા બાદ લાવવાનું શરૂ થાય છે ત્યારે સમજી શકાય છે કે એક સ્મશાનમાં અડધા દિવસમાં 10 મૃતદેહ આવતા હોય તો 3 સ્મશાનમાં દિવસમાં કેટલા મૃતદેહ આવતા હશે.