ભાવનગરઃ કેન્દ્ર સરકારે દુકાનો ખોલવા મંજૂરી આપી હોવાના સમાચાર બાદ પણ ભાવનગરમાં હજુ દુકાનદારો અસમંજમાં છે કે, દુકાન ખોલી શકાય કે નહીં? શું કરવું પડશે દુકાન ખોલવા માટે, શું મંજૂરી લેવી પડશે? આવા અનેક સવાલોના જવાબ ભાવનગર મનપા કમિશ્નરે ઈટીવી સાથે વાતચીત દરમિયાન આપ્યાં હતા. તેમણે દુકાન ખોલવા માટે શું કરવું પડશે અને શેનું પાલન કરવું પડશે તેમજ દુકાનદારે ગ્રાહકને ક્યા-ક્યા નિયમોનું પાલન કરાવવું પડશે આવા તમામ સવાલોના જવાબ આપ્યા હતા.
ભાવનગરમાં દુકાન ખોલવાની અસમંજતાને લઈ ઈટીવી ભારતે કરી મનપા કમિશ્નર સાથે સીધી વાત
કેન્દ્ર સરકારે દુકાનો ખોલવા મંજૂરી આપી હોવાના સમાચાર બાદ પણ ભાવનગરમાં હજુ દુકાનદારો અસમંજમાં છે કે, દુકાન ખોલી શકાય કે નહીં? શું કરવું પડશે દુકાન ખોલવા માટે, શું મંજૂરી લેવી પડશે? આવા અનેક સવાલોના જવાબ ભાવનગર મનપા કમિશ્નરે ઈટીવી સાથે વાતચીત દરમિયાન આપ્યાં હતા. તેમણે દુકાન ખોલવા માટે શું કરવું પડશે અને શેનું પાલન કરવું પડશે તેમજ દુકાનદારે ગ્રાહકને ક્યા-ક્યા નિયમોનું પાલન કરાવવું પડશે આવા તમામ સવાલોના જવાબ આપ્યા હતા.
ભાવનગરમાં દુકાન ખોલવાની અસમંજતાને લઇ ઇટીવી ભારતે કરી મનપા કમિશ્નર સાથે સીધી વાત
જિલ્લામાં શોપ લાયસન્સ ધારક 25912 છે જેની પાસે ગુમાસ્તા ધારાનુ લાયસન્સ છે. ત્યારે કમિશ્નરે વાતચિત દરમિયાન જણાવ્યું કે લાયસન્સ ધારક દુકાનદારો મામલતદાર પાસેથી પરવાનગી લઇ શકશે. તેમજ તેમણે કહ્યું કે દુકાનદારોએ સોશિયલ ડિસ્ટસિંગનુ પાલન કરી તેમજ સરકારે આપેલા નિયમોને આધિન દુકાનો ખોલવાની રહેશે.
Last Updated : Apr 26, 2020, 6:42 PM IST