ગુજરાત

gujarat

ETV Bharat / city

Impact : ભાવનગરના સ્મશાનને મળ્યા 100 મણ લાકડા, પણ અગાઉના 1000 મણનો કોઈ હિસાબ નથી - crematorium of bhavnagar got wood

ભાવનગર શહેરમાં વાવાઝોડામાં લાકડું ક્યાં ઘર કરી ગયું ? તેવા સવાલ સાથે સ્મશાનમાં લાકડા ન પહોંચ્યા હોવાના સમાચાર પ્રસિદ્ધ થયા બાદ મેયરને જાણ કરવામાં આવી હતી. જ્યારબાદ તાત્કાલિક બાકીના વૃક્ષના લાકડા મોકલવામાં આવ્યા છે. મેયર અને ગાર્ડન કમિટીના ચેરમેને આ અંગે તેમનું ધ્યાન દોરવા બદલ ETV Bharat નો આભાર વ્યક્ત કર્યો હતો, પણ અગાઉના લાકડાનો હજુય હિસાબ મળ્યો નથી.

Impact
Impact

By

Published : Jun 1, 2021, 11:01 PM IST

Updated : Jun 2, 2021, 11:06 AM IST

  • તૌકતે વાવાઝોડા બાદ ભાવનગરમાં પડ્યા હતા 1100 જેટલા વૃક્ષો
  • ધરાશાયી થયેલા વૃક્ષોના લાકડા સ્મશાનમાં મોકલવાનું કરાયુ હતુ નક્કી
  • ETV Bharat ના અહેવાલ બાદ સ્મશાનમાં ન પહોંચેલા લાકડા મોકલવામાં આવ્યા


ભાવનગર: શહેરમાં વાવાઝોડામાં પડેલા 1100 પૈકીના 800 વૃક્ષના લાકડા મહાનગરપાલિકાએ ઉપાડી લીધા અને સ્મશાનમાં મોકલ્યાનું અધિકારીએ જણાવ્યું હતું પરંતુ ETV Bharat ની તપાસમાં આ લાકડા સ્મશાનમાં પહોંચ્યા જ ન હોવાનો ખુલાસો થતા હવે મહાનગર પાલિકાના મેયરે બાકી રહેલા વૃક્ષોના લાકડા સ્મશાનમાં પહોંચાડીને સમગ્ર મામલે ધ્યાન દોરવા બદલ ETV Bharat નો આભાર માન્યો છે. આ સાથે ગાર્ડન કમિટીના ચેરમેન પણ દાળમાં કંઈક કાળુ હોવાનું જણાવ્યું હતું.

ભાવનગરના સ્મશાનને મળ્યા 100 મણ લાકડા, પણ અગાઉના 1000 મણનો કોઈ હિસાબ નથી

આ પણ વાંચો:tauktae cyclone: વાવાઝોડાના હજારો મણ લાકડામાં ગોલમાલ, મેયર અજાણ!

ETV Bharat એ શું અહેવાલ રજૂ કર્યો હતો અને શું કરી હતી તપાસ ?

તૌકતે વાવાઝોડાના કારણે ભાવનગરમાં 1100 વૃક્ષો ધરાશાયી થયા હતા. જ્યારે 800 વૃક્ષ મહાનગરપાલિકાએ 5 દિવસની આસપાસ ઉઠાવી લીધા હતા. જેમાંથી મહાનગરપાલિકાએ અંદાજે 800 વૃક્ષોનું આશરે 10થી 15 ટ્રક ભરાય તેટલું અંદાજિત 150થી 200 મણ લાકડું સ્મશાનમાં મોકલ્યું હતું. સ્મશાનમાં ગયેલા લાકડાની તપાસ ETV Bharat દ્વારા કરવામાં આવતા એક લાકડું સ્મશાન સુધી ન પહોંચ્યુ હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જે સમાચાર પ્રકાશિત થયા બાદ મેયર સહિતના સત્તાધીશો એક્શનમાં આવી ગયા હતા.

કોણે મળ્યા લાકડા ?

ETV Bharat ના અહેવાલ બાદ હિસાબ નહિ રાખનારા અધિકારી અને ભાવનગર મહાનગર પાલિકાએ ETV Bharat ના અહેવાલ બાદ સ્મશાનમાં લાકડા મોકલવાનો પ્રારંભ કર્યો છે. કુંભારવાડા સ્મશાનમાં 100 મણ લાકડા મહાનગરપાલિકાએ મોકલી આપ્યા છે. જેથી સ્મશાનના ટ્રસ્ટી અરવિંદભાઈ પરમારે આભાર માન્યો છે અને હજુ અગાઉના લાકડા ક્યાં ગયા તેના મુદ્દે પણ પ્રકાશ પાડે તેમ જણાવ્યું છે.

ભાવનગરના સ્મશાનને મળ્યા 100 મણ લાકડા, પણ અગાઉના 1000 મણનો કોઈ હિસાબ નથી

આ પણ વાંચોઃઅમદાવાદમાં તૌકતે વાવાઝોડા અંગે કંટ્રોલ રૂમ દ્વારા સતત કામગીરી, સૌથી વધુ વૃક્ષો ધરાશાયી થયાની ફરિયાદો

ગાર્ડન કમિટી ચેરમેને ETV Bharat ના અહેવાલના પગલે વ્યક્ત કરી શંકા

ભાવનગર મહાનગરપાલિકામાં ગાર્ડન કમિટીના ચેરમેન ઉપેન્દ્રસિંહ ગોહિલે ETV Bharat ના અહેવાલ બાદ સંલગ્ન અધિકારી પાસે હિસાબ માંગ્યો હતો અને બાકીના લાકડા હવે સ્મશાનમાં જાય અને તેની પહોંચ સોશિયલ મીડિયા મારફતે મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરી હતી. જોકે, ગાર્ડન વિભાગ કમિટીના ચેરમેનને પણ અધિકારીએ માહિતી આપી નથી અને લાકડા ક્યાં ગયા તેનો હિસાબ અને કેટલા વૃક્ષ પડ્યા તેનો હિસાબ મેળવવામાં આવશે. સંલગ્ન અધિકારી કોઈ જાણ વગર રજા પર ઉતરી ગયા હોવાથી તેમના આવ્યા બાદ લાકડા વિશે જાણ કરવા કહ્યું છે.

Etv Bharat Impact

ભાવનગરમાં વાવાઝોડાનું હજારો મણ લાકડું ગાયબ!

ભાવનગર શહેરમાં વાવઝોડામાંપડેલા 1,100 વૃક્ષોનું હજારો મણ લાકડું નીકળ્યું છે, ત્યારે સ્મશાનમાં લાકડું આપ્યું હોવાનું મહાનગરપાલિકાના મેયર અને ગાર્ડન વિભાગના અધિકારીએ જણાવ્યું છે, પરંતુ ETV Bharatએ સ્મશાનમાં રિયાલિટી ચેક(Reality check) કરીને ટ્રસ્ટીને પૂછતાં ચોંકાવનારો જવાબ સામે આવ્યો છે. કુંભારવાડા સ્મશાનમાં અને ગોરડના સ્મશાનમાં સૌથી વધુ કોરોના અને કો-મોરબિડના મૃતદેહો(Dead body) ગયા છે.આમ છતાં કુંભારવાડા સ્મશાનના ટ્રસ્ટીને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે અમને મહાનગરપાલિકાએ લાકડું આપ્યું નથી. વધુમાં તેમણે જણાવ્યું કે, અમારે સૌથી વધુ મૃતદેહ આવતા હોવાથી અને જરૂરિયાત રહે છે પણ અમને મળ્યું નથી.

Impact : ભાવનગરના સ્મશાનને મળ્યા 100 મણ લાકડા, પણ અગાઉના 100 મણનો કોઈ હિસાબ નથી

મેયરનું લાકડાને લઇને નિવેદન

ભાવનગરના મેયરે ખુદ ETV Bharat સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, વાવાઝોડાનું લાકડું(Wood of cyclone) સ્મશાનમાં આપ્યું છે, પરંતુ સ્મશાનનો લાકડાં મળ્યાનો ઈન્કાર કરવાનો પ્રશ્ન પૂછતાં મેયર કીર્તિ દાણીધરીયાએ અધિકારી સાથે વાતચીત કરી પ્રત્યુતર આપ્યો હતો અને કહ્યું હતું કે, અધિકારી સાથે વાતચીત થઈ અને તેમણે કહ્યું મને યાદ નથી પણ તમને યાદી મંગાવીને આપીશ. બીજી તરફ અધિકારીઓએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આશરે 10થી 15 ટ્રક લાકડાના ભરાયા છે. જે સ્મશાનમાં પણ આપવામાં આવ્યા છે પણ હિસાબ રાખવાનો સમય રહ્યો નથી.

Last Updated : Jun 2, 2021, 11:06 AM IST

ABOUT THE AUTHOR

...view details