- જિલ્લાના દસ તાલુકાએ તાલુકામાં 2 mm થી લઈને પોણા બે ઇંચ સુધી વરસાદ નોંધાયો
- મેઘરાજાની બપોરે જિલ્લામાં ઉમરાળા, વલભીપુર, ઘોઘા પાલીતાણામાં ધમાકેદાર બેટિંગ
- જિલ્લાનો કુલ વરસાદ 79.54 ટકા થયો સૌથી વધુ આજે ઉમરાળામાં વરસાદ
ભાવનગર: શહેરમાં ભાદરવાના ભરપુર સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ફરી થઈ છે. શહેર જિલ્લામાં સવારથી મેઘરાજાની પધરામણીના અણસાર વતાવરણએ આપ્યા હતા અને બપોરે સવારી યથાવત રીતે નીકળી હતી અને કડાકા સાથે ગાજવીજથી એન્ટ્રી થઈ હતી.જિલ્લામાં દરેક દસ તાલુકામાં ધમાકેદાર વરસાદથી દસમાંથી તાલુકામાંથી દસ તાલુકામાં વરસાદ નોંધાયો હતો.
ભાવનગરમાં બે દિવસ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
જિલ્લામાં વરસાદ 79.54 ટકા થઈ ચૂક્યો છે ત્યારે પાછોતરો વરસાદ અંતમાં આવતા ખેડૂતોમાં આનંદ છવાયો છે. ભાવનગર જિલ્લાના દસ તાલુકા પૈકી 10 તાલુકામાં 2 mm થી લઈને પોણા બે ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. ભાવનગરમાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેતીને ખૂબ મોટો ફાયદો થયો છે. કપાસનું 2 લાખ હેકટર કરતા વધુ વાવેતર છે જ્યારે 1 લાખ કરતા વધુ મગફળીનું વાવેતર છે જેને પગલે ખેડૂતોના પાકનું ગુણવત્તા સામે પ્રશ્નાર્થ ઉભો થયો હતો તે ક્યાંક કુદરતે હલ કરી દીધો છે. આગામી શિયાળુ પાક સારો લેવામાં આવશે તેવી આશા સેવાઈ રહી છે. પરંતુ ઓક્ટોમ્બરમાં વરસાદ આવે તો નુકશાની પણ થઈ શકે છે.