- મહુવા ભાજપના બે જૂથ વચ્ચે જોરદાર સ્પર્ધા
- ભાજપના જ બે જૂથની પ્રમુખ થવાના ખેંચતાણમાં નવા જૂની થવાના એંધાણ
- ભાજપને 24 બેઠક મળતા સતાધીશો નિમવા માટે આજે બુધવારે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી
ભાવનગર: સ્થાનિક સ્વરાજની 28 ફેબ્રુઆરીએ યોજાયેલી ચૂંટણીમાં મહુવા નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપને 24 બેઠક મળતા સત્તાધીશો નિમવા માટે આજે બુધવારે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે. આ વખતે ભાજપના જિલ્લા અધ્યક્ષ દ્વારા દાવો કરીને નહીં, પંરતુ પ્રદેશમાંથી પંસદગી પામીને જ પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની નિમણૂક થશે.
આ પણ વાંચો:મહુવામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી શાંતિ પૂર્ણ રીતે સંપન્ન