ગુજરાત

gujarat

ETV Bharat / city

તને પરથમ અર્પણ કરું મારા શાયર મેઘાણી : ઝવેરચંદ મેઘાણીના સૌથી મોટા પુત્રનું અવસાન - મહેન્દ્રભાઈ મેઘાણીનું જીવન

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના (Rashtriya Shayar Zaverchand Meghani) સૌથી મોટા પુત્રનું 100 વર્ષની વયે નિધન થયું છે. આ સમાચારને લઈને સાહિત્ય જગતમાં શોકનું મોજું પ્રસરી ગયું છે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના સૌથી (Death of Mahendrabhai Meghani) મોટા પુત્રએ 200 જેટલી ગુજરાતી પુસ્તકોનું પ્રકાશન કર્યું છે.

તને પરથમ અર્પણ કરું મારા શાયર મેઘાણી : ઝવેરચંદ મેઘાણીના સૌથી મોટા પુત્રનું અવસાન
તને પરથમ અર્પણ કરું મારા શાયર મેઘાણી : ઝવેરચંદ મેઘાણીના સૌથી મોટા પુત્રનું અવસાન

By

Published : Aug 4, 2022, 8:03 AM IST

ભાવનગર : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના સૌથી મોટા (Rashtriya Shayar Zaverchand Meghani) પુત્ર મહેન્દ્રભાઈ ઝવેરચંદ મેઘાણી સ્વર્ગવાસ પામ્યા છે. સો વર્ષની વયે મહેન્દ્રભાઈનું નિધન ભાવનગર ખાતે થયું છે. મહેન્દ્રભાઈ મેઘાણીએ સાહિત્ય ક્ષેત્રે અને પ્રકાશન જગતમાં લોકમિલાપ ટ્રસ્ટ મારફત અનેક પ્રકારના (Death of Mahendrabhai Meghani) પુસ્તકોથી સાહિત્ય પીરસ્યું છે. મહેન્દ્રભાઈની વિદાયથી સમગ્ર લેખક અને સાહિત્ય જગતમાં શોક પ્રસરી ગયો છે.

ઝવેરચંદ મેઘાણીના સૌથી મોટા પુત્રનું અવસાન

આ પણ વાંચો :સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ 'રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી' કરવાની માંગ

મહેન્દ્રભાઈની જીવનસફર અને સાહિત્ય યાત્રા -મહેન્દ્રભાઈ મેઘાણી ઝવેરચંદ્ર મેઘાણીના સૌથી મોટા પુત્ર હતા. મહેન્દ્રભાઈનો જન્મ મુંબઈમાં 20 જૂન 1923 ના રોજ થયો હતો. આ વર્ષની 20 જૂનના રોજ તેમને 100 વર્ષ પૂર્ણ કર્યા હતા. ત્યારે ત્રીજી ઓગસ્ટના રાત્રિના આઠ કલાકે તેમનો (Zhaverchand Meghani son Death) સ્વર્ગવાસ થયો છે. મહેન્દ્રભાઈના પુત્ર દ્વારા સોશિયલ મીડિયા મારફત આ જાણકારી આપી હતી. ઉલ્લેખનીય છે કે ઝવેરચંદ મેઘાણી રાષ્ટ્રીય શાયર તરીકે જગ આખા ખુબ ચાહના મેળવી છે.

આ પણ વાંચો :ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતિ: લોકગાયિકા કિંજલ દવેએ ETV Bharatના દર્શકો માટે રજૂ કરી આ ખાસ રચના

સાહિત્ય ક્ષેત્રે મહેન્દ્રભાઈનો ફાળો -મહેન્દ્રભાઈના જીવન સફરની વાત (Mahendrabhai Meghani Life) કરવામાં આવે તો મહેન્દ્રભાઈ મિલાપ અને લોક મિલાપ ટ્રસ્ટ મારફત 200 જેટલા ગુજરાતી પુસ્તકોનું પ્રકાશન કર્યું છે. કાવ્ય કોડીયાઓ પણ તેમના ટ્રસ્ટ મારફત પીરસવામાં આવેલા છે. આ સિવાય "નહીં વિસરાતા કાવ્યો", " વિકટર હ્યુગોના પુસ્તકો" ,"સાત વર્ષ તિબેટમાં", "કોન ટીકી" અને "અડધી સદીની વાંચનયાત્રા ભાગ 1 થી લઈને 5 સુધીના પ્રકાશનો ખૂબ જ પ્રસિદ્ધ થયેલા છે અને એક ગુજરાતી સાહિત્યને (Gujarati literary world) સંભારણું પીરસ્યું છે. જોકે મહેન્દ્રભાઈની વિદાય થી લેખક અને સાહિત્ય જગતને મોટી ખોટ જરૂર વર્તાઈ રહી છે.

ABOUT THE AUTHOR

...view details