- 2019માં કાળિયાબીજમાં થઈ હતી યુવાનની હત્યા
- હત્યાના આરોપીઓને કોર્ટે સજા ફટકારી
- 8 આરોપીઓને આજીવન કેદની સજા અને 5-5 હજાર રૂપિયાનો દંડ ફટકારાયો
ભાવનગરઃ ભાવનગરના કાળિયાબીડમાં 2019માં 19 જાન્યુઆરીએ સુજાનસિંહ પરમાર હત્યા કેસમાં કોર્ટે આઠ આરોપીને આજીવન કેદની સજા અને 5-5 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. 31 ડિસેમ્બર, 2018ના દિવસે ડાન્સ અને ગીત વગાડવા બાબતે થયેલી બોલાચાલીનો દાઝ રાખી હત્યા કરવામાં આવી હોવાનું કારણ સામે આવ્યું છે. 31 ડિસેમ્બરે નાચવા બાબતે થયેલો ઝગડો અને બાદમાં હત્યાને લઈને કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. કોર્ટે 8 આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. પોલીસ દ્વારા આઠેય આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા હતા.
8 આરોપીઓને આજીવન કેદની સજા અને 5-5 હજાર રૂપિયાનો દંડ ફટકારાયો આ પણ વાંચોઃ વડોદરામાં ચેક બાઉન્સ કેસમાં રાજસ્થાન ભેલ હાઉસના વેપારીને એક વર્ષની જેલ
2019માં શુ બન્યો હતો બનાવ
ભાવનગરના કાળિયાબીડમાં લોહિયાળ ખેલ 19 જાન્યુઆરીના રોજ ભગવતી સર્કલમાં શિવ પાન પાર્લર નજીક ખેલાયો હતો. શિવ પાન પાર્લર પાસે બજરંગદાસ બાપાની મઢુંલી પાસે સુજાનસિંહ લાલજીભાઈ પરમાર પર હોકી, તલવાર જેવા હથિયારોથી જયદીપસિંહ ઉર્ફે લાખાણી ભાવસિંહ ઉર્ફે વિક્રમસિંહ જાડેજા, જયદીપસિંહ ઉર્ફે જે. ડી. સરવૈયા, અર્જુનસિંહ મનુભા સરવૈયા, કોર્ણાંક ધમેન્દ્રસિંહ હરિભાઈ સોલંકી, હરવીજયસિંહ ઉર્ફે હરુભા પીપળી મહાવીરસિંહ માહિપતસિંહએ હુમલો કર્યો હતો. હુમલામાં સુજાનસિંહ પરમારનું મૃત્યુ થયું હતું.
હત્યા પાછળ કારણ શું અને શું બનેલો બનાવ
ભાવનગરમાં 31 ડિસેમ્બરના રોજ ડાન્સ સાથે ગીતો વગાડતા સુજાનસિંહ પરમાર સાથે આરોપીઓને માથાકૂટ થઈ હતી. 31 ડિસેમ્બર, 2018ના રોજ થયેલી માથાકૂટની દાઝ રાખીને ભગીરથસિંહ હડિયલ અને સુજાનસિંહ પરમાર ઉપર હુમલો થયો હતો. જજ આર. ટી. વાચ્છાણીએ આઠ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે અને પાંચ પાંચ હજારનો દંડ પણ ફટકાર્યો છે. વકીલ વિપુલ દેવમુરારી અન્યાય અપાવવામાં સફળ થયા હતા.
આ પણ વાંચોઃ રાજુ ટેભાણી હત્યા કેસઃ કોર્ટે બન્ને આરોપીને ફટકારી આજીવન કેદની સજા