ભાવનગર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ હેઠળ 2018માં શરૂ કરવામાં આવેલા ગામડાના લોકોની આરોગ્ય સુખાકારી સમાન ધડકન પ્રોજેકટની ધડકન બંધ થઈ ગઈ છે. હાલમાં નવા DDO છે અને કોરોના કાળમાં લાખોનું આંધણ કરી ગામડાના લોકોને ઘરે બેઠા આપેલી આરોગ્યની સેવા છીનવાઈ ગયા બાદ તેને પુન શરૂ ન કરવું હોય હોય તેમ લાગી રહ્યું છે. જેને જવાબદારી સોંપી તે અધિકારીને કશું ખબર નથી ત્યારે છેલ્લું સ્ટેટ્સ પણ કર્મચારીના કોમ્પ્યુટરમાં પડેલી ફાઇલ ખોલતા જાણવા મળ્યું હતું. આ પ્રોજેકટ રાજ્યમાં લાગુ થાય તો ગામડાના લોકોને ઘરે બેઠા હ્રદય રોગ જેવા રોગમાં સારવાર મળે તેમ છે.
DDO બદલાયા અને કોરોનાકાળમાં ધડકન પ્રોજેકટની ધડકન બંધ
ભાવનગર ગ્રામ્યના લોકોની આરોગ્યની સુખાકારી માટે પૂર્વ DDO વરુણકુમાર બરનવાલે ધડકન પ્રોજેક્ટનો પ્રારંભ કર્યો હતો. અફસોસની વાત છે કે, DDO બદલાયા અને કોરોનાકાળમાં ધડકન પ્રોજેકટની ધડકન બંધ થઈ ગઈ છે. જિલ્લાના આરોગ્ય કેન્દ્ર પર આપવામાં આવેલા સાધનો પણ જર્જરિત બનતા જાય છે જેની કોઈ નોંધણી નથી કે નથી કોઈ ઉપયોગીતા રહી પ્રોજેકટની જે ગ્રામ્ય વિસ્તારના લોકો માટે નુકશાન સમાન છે.
શુ છે ધડકન પ્રોજેકટ જિલ્લા પંચાયતનો અને શું ફાયદો
ભાવનગર જિલ્લા પંચાયતે જિલ્લાની આશરે 14 લાખની પ્રજા માટે ઘરે બેઠા કેન્સર, હૃદય રોગ જેવા રોગમાં ઘર બેઠા ECG જેવી પ્રાથમિક તપાસ થઈ જાય છે. ઓનલાઇન તબીબો પાસેથી સારવાર મળી રહે તેવા હેતુથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. 1 જુલાઈ 2018 ના રોજ શરૂ થયેલો પ્રોજેકટ 2021માં મૃતપાય થઈ ગયો છે. આ પ્રોજેક્ટનો લાભ લેનારા ઘણા લોકો છે. કારણ કે, જિલ્લાના 10 PHC સેન્ટરો ઉપર ઇલેક્ટ્રિક મોબાઈલથી કનેક્ટ ટેથોસ્કોપ આપવામાં આવ્યા હતા. 10 સેન્ટર પર ECG માટેના સાધનો પણ આપવામાં આવ્યા હતા. આથી ઘરે બેઠા ગ્રામ્યના લોકોની સારવાર શક્ય બની હતી. જાણો.હવે શું કહે છે અધિકારીઓ