ભાવનગરજિલ્લામાં 4 લોકો માટે ભારે વરસાદ કાળ બન્યો (heavy rain in bhavnagar) હતો. કારણ કે, વરસાદના (gujarat rain news today) કારણે નદીમાં નવા નીર આવ્યા હતા. જિલ્લામાં વલ્લભિપૂર, ઉમરાળા અને પાલીતાણા પંથકમાં 4 લોકો ડૂબી ગયા હતા. તેમાથી 3 લોકોના મોત થયા હતા. આમાં અઢી વર્ષના બાળકનો પણ ભોગ લેવાઈ (people drowned in the river) ગયો હતો.
અલગ અલગ જગ્યાએ 4 લોકો નદીમાં ડૂબી ગયા વલ્લભિપૂરના નસીતપુર ગામમાં બન્યો બનાવજિલ્લાના વલ્લભિપૂરના નસીતપુર ગામમાં પાડલયો નદીમાં 2 યુવાનો ડૂબ્યા હતા. જેમાં સ્થાનિક લોકોએ એક વ્યક્તિને બચાવી લીધો હતો. જ્યારે અન્ય એક ડૂબી (people drowned in the river) જતાં વલ્લભિપૂર નગરપાલિકાના (Valbhipur Nagar Palika) ફાયરબ્રિગેડને જાણ (Fire Brigade Services in Bhavnagar) કરવામાં આવી હતી. શોધખોળ બાદ યુવાનને બહાર કાઢવામાં આવ્યો હતો. આ યુવાન શ્રમિક મહારાષ્ટ્રનો હોવાનું સામે આવ્યું હતું.
19 વર્ષીય શ્રમિકનું મોત જોકે, બંને શ્રમિક યુવાન સાઈકલ લઈ નદી પાર કરી રહ્યા હતા. ત્યારે આ ઘટના બની હતી. આ 19 વર્ષીય મૃતક શ્રમિક યુવાનનું નામ હિતેશભાઈ હોવાનું સામે આવ્યું છે. તો ઘટનાને પગલે વલભિપૂર પોલીસ (Vallabhipur police station), મામલતદાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.
ફાયરબ્રિગેડની ટીમે બચાવ્યા ઉમરાળા અને પાલીતાણામાં બન્યા બનાવઉમરાળા તાલુકાના રતનપર ગામે અઢી વર્ષનું બાળક કાળુભાર નદીમાં તણાયું (people drowned in the river) હતું. રતનપર ગામમા ખેતીકામ અર્થે આવેલા છોટાઉદેપુરના શ્રમિક પરિવારનું બાળક માતા હાથમાથી છૂટી જતાં નદીમાં ગરકાવ થયું હતું. અઢી વર્ષના બાળકનું નામ ભાયાલું નિલેશભાઈ રાઠવા હોવાનું સામે આવ્યું હતું. તો સ્થાનિક તરવૈયાઓની ટીમ વલ્લભિપૂરથી રતનપર ગામ પહોંચી હતી.
નદીમાં ગરકાવ લોકોને પતો જ નથી ઉમરાળા મામલતદાર, ઉમરાળા પોલીસ ઘટનાસ્થળે (umrala police station) દોડી ગયા હતા. ભારે જહેમત બાદ ભાયલું નામના અઢી વર્ષના બાળકને ફાયરની ટીમ (Fire Brigade Services in Bhavnagar) દ્વારા શોધી કાઢવામાં આવ્યો હતો. માતાના રૂદન વચ્ચે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. તો પાલિતાણાના રાણપરડાના આધેડ ખારા નદીમાં ગરકાવ થયા બાદ શોધખોળમાં બાઈક મળી આવ્યું હતું. જ્યારે હજી સુધી આધેડનો પતો લાગ્યો નથી. નદીના વહેતા વહેણમાં તાણાયેલા આધેડને લઈને શોધખોળ હજી ચાલુ છે.